GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર નગરપાલિકા ના વોર્ડ નંબર 4 માં ગટરના અધૂરા કાર્યને લઈ રહીશોમાં રોષ:

સંતરામપુર નગરપાલિકા ના વોર્ડ નંબર 4 માં ગટરના અધૂરા કાર્યને લઈ રહીશોમાં રોષ:

અમીન કોઠારી મહીસાગર

સંતરામપુરના વોર્ડ નં. ચાર ત્રણ રસ્તા ગરીબ નવાઝ હોસ્પિટલ પાસે નો રોડ ધણા સમયથી રોડ પરની ગટરનાં ભુગળા નાખી ને તેનાં સાંધા ફીટ નહીં કરાતાં ને ને ભુગળા નાં છેડા વ્યવસ્થીત રીતે ફીટ નહીં કરાતાં ને તેથી આ રોડ બંધ રહેતા આ વિસ્તાર ના નગરજનો ને નાનું મોટું વાહન લ ઈને નિકળાતુ નાં હોઈ જેથી ભારે હાલાકી.ભોગવવી પડી રહી છે.

 

સંતરામપુર નગરપાલિકા દ્વારા આ વિસ્તાર માં ગટર પર નાળું મૂકવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

 


જોકે, છેલ્લા એક અઠવાડિયા થી ગટર ઉપર નાળું મુકાઈ ગયા બાદ પણ ત્યાં નાળાં ની ઉપર બંને બાજુ સિમેન્ટનો સ્લેબ ભરવામાં આવ્યો નાં હોઈ આમ આ કામગીરી પુરી વ્યવસ્થીત રીતે નહીં કરાતાં ને અધુરી હોઈ તેનાં. પરિણામે, આ માર્ગ લાંબા સમયથી વાહનવ્યવહાર માટે બંધ હોવાથી વાહન વ્યવહાર તદ્દન અટકી પડ્યો છે.

અહીંયા પસાર થનારા રહેવાસીઓ, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો લાંબા સમયથી કરવો પડી રહ્યો છે. નાના મોટા વાહનોને આવી સમસ્યામાંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે.

ત્યારે સંતરામપુર નગરપાલિકા તાત્કાલિક આયોજન સાથે ગરીબ નવાઝ હોસ્પિટલ પાસે બાકી રહેલું કાર્ય વ્હેલી તકે પૂરું કરે અને આ ત્રણ રસ્તા ગરીબ નવાઝ હોસ્પિટલ પાસે ચોકનો માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવે તેવી માંગ છે.

સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરના નાના મોટા વિકાસ નાં કામોમાં કામગીરી ની સ્થળ પર જ ઈને જવાબદાર અધિકારી કમૅચારીઓ દ્વારા નિયમિત સુપરવિઝન નહીં થતાં જેથી જેતે એજન્સી દ્વારા પોતાની રીતે કામગીરી કરતા પ્રશ્ર્નો ઉભા થાય છે તે ને ઉકેલવામાં નગરપાલિકા ને કોઈ રસ જણાતો નથી!!!

Back to top button
error: Content is protected !!