જામનગર-સત્વનું સંયોજન એટલે પ્રાકૃતિક ખેતી

*જામનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ થકી બની રહ્યા છે સમૃદ્ધ*
*”બાગાયત વિભાગ દ્વારા મળેલી સહાય થકી પાકનું પ્રોસેસિંગ, કટિંગ અને અન્ય ખર્ચ નહિવત બન્યા છે.” : ખેડૂત શ્રી ભાવેશભાઈ નંદા*
*સંકલન : જલકૃતિ કે.મહેતા*
જિલ્લા માહિતી કચેરી,જામનગર
*જામનગર તા.13 સપ્ટેમ્બર,*


ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2019 થી હું ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરું છું. જેના પગલે મેં આગળ જતા ભૂમિ પ્રાકૃતિક ફાર્મની સ્થાપના કરી છે. હું ઓર્ગેનિક પદ્ધતિથી નિર્મિત ખેત પેદાશો, અનાજ, કઠોળ વગેરેનું વેચાણ કરું છું. જેનો મને લોકો તરફથી સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. હું વોટસએપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો થકી ગ્રાહકો સુધી પહોંચી શકયો છું. હાલમાં અમારો મુખ્ય પાક હળદર છે. અમે હળદરને પીસીને તેનો પાવડર બનાવીએ છીએ અને તેનું વેચાણ કરીએ છીએ. હળદરનો પાવડર બનાવવા માટે હું પ્રોસેસિંગ પ્લાન્ટનો ઉપયોગ કરું છું.
ભાવેશભાઈએ ઉમેર્યું હતું કે, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જામનગરના સહયોગ થકી અમને હળદરના પ્રોસેસિંગ યુનિટ માટેની સહાય આપવામાં આવી છે. મને રુ. 94695 ની સહાય પ્રાપ્ત થઈ છે. સહાય મળવાના લીધે હળદરનું પ્રોસેસિંગ ખુબ સરળ બન્યું છે અને સમય, શ્રમ અને નાણાંની બચત થઈ છે.
આમ, જામનગર જિલ્લાના ખેડૂતો હવે એક ડગલું આગળ વધી રાસાયણિક ખાતરો- દવાઓના ઉપયોગથી દૂર થઈ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને બાગાયત વિભાગના સહયોગ થકી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવીને લાભાન્વિત બની રહ્યા છે.
*000000*
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com





