પત્નીએ પતિને મારીને બેડરુમમાં સળગાવ્યો, તપાસમાં કારણ બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ
મહિલાએ તેની ભાડૂઆત યુવતીની મદદથી હત્યા કરીને પતિને સળગાવી દીધો હતો.

યુપીના ઈટાવામાં એક મહિલાએ પતિના વ્યભિચારથી તંગ આવીને એક ખૌફનાક પગલું ભર્યું હતું. ઈટાવાની વૃંદાવન કોલોનીમાં એન્જિનિયર રાઘવેન્દ્ર યાદવની તેની પત્ની કિરણ યાદવે હત્યા કરી નાખી હતી. કિરણ યાદવે તેના ઘરમાં ભાડે રહેતી વર્ષાની મદદથી પતિની હત્યા કરીને ઘરમાં ચારપાઈ પર બાંધીને સળગાવી દીધો હતો જેની અડધી સળગેલી લાશ મળી આવી હતી. રાઘવેન્દ્ર યાદવને પહેલા નશીલા પદાર્થ ભેળવીને બેભાન કરવામાં આવ્યા હતા, ત્યારબાદ મોં પર રજાઇ નાખીને ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ પછી, હત્યાને અકસ્માત લાગે તે માટે, તેમને પ્લાસ્ટિકના કોટ પર સુવડાવીને નીચેથી આગ લગાડવામાં આવી હતી. જેના કારણે તેનો મૃતદેહ કમરથી નીચે દાઝી ગયેલો મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ માથા પર ભારે વસ્તુ વડે માર મારવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસનું માનવું છે કે હત્યા પહેલા એન્જિનિયરને માથામાં મારવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાઘવેન્દ્ર યાદવ તેની પત્ની કિરણ યાદવ અને ભાડુઆત વર્ષા યાદવને માનસિક ત્રાસ આપતો હતો અને વર્ષાને તેનો વીડિયો વાયરલ કરી નાખવાની ધમકી આપતો હતો.



