GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ફરિયાદી પોતાનુ કાયદેસરનુ લેણું પુરવાર ન કરી શકતા હાલોલ કોર્ટે ચેક રિટર્ન ના આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુક્યો.

 

તારીખ ૩૦/૦૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

હાલોલની આમ્રપાલી સોસાયટીમાં રહેતાં જતીન ચીમનલાલ ખારા ધ્વારા ઓળખાણ ને નાતે યુવરાજ હોટલના પાછળ રહેતા પંકજ અશોકકુમાર દલવાડીને ઈંટોના ભઠ્ઠામાં કારીગરોને નાણા ચૂકવવા માટે રૂ ૨,૫૦,૦૦૦/ હાથ ઉછીના માંગતા ફરિયાદીએ તા ૧૯/૦૩/૨૦૨૪ ના રોજ જીતેન્દ્ર પટેલ ની હાજરીમાં રોકડા આપ્યા હતા જેની સામે આરોપીએ તા ૩૦/૦૫/૨૦૨૪ નો પોતાના ખાતાનો જનતા સહકારી બેંક હાલોલનો ચેક તમામ વિગતો ભરીને આપ્યો હતો અને બે મહિનામાં નાણા ચૂકવી આપશે તેવો પાકો વિશ્વાસ આપ્યો હતો ફરિયાદીએ ચેક પોતાની બેંકમાં વસુલાત માટે રજૂ કરતા અપૂરતા ભંડોળ ને કારણે રીટર્ન થયેલ જે બાદ આરોપીને નોટિસ આપી હાલોલના એડી જ્યુ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આરોપી તરફે એડવોકેટ જે બી જોશી હાજર થઈ દલીલો કરી હતી અને ફરિયાદી એકસામટા આટલી મોટી રકમ આરોપીને ચૂકવી હોય તેવો કોઈ પુરાવો રજુ કરેલ નથી તેમજ આરોપીએ ગુગલ પે થી ફરિયાદીને અલગ અલગ દિવસે રૂ ૬૫,૦૦૦/ ચૂકવી આપ્યાની હકીકત ફરિયાદીએ ઉલટ તપાસમા કબૂલ કરી છે. ફરિયાદી પોતાની આવકનું સ્ત્રોત દર્શાવતો પુરાવો રજૂ કરી શકેલ નથી જીતેન્દ્ર પટેલ ની હાજરીમાં પૈસા આપ્યા નુ જણાવ્યા છતા જીતેન્દ્ર પટેલ ને તપાસેલ નથી જેથી ફરિયાદી પાસે આટલી મોટી રકમ હોવાની વાત શંકાસ્પદ છે. ફરિયાદીના આવક વેરા ના રિટર્ન માં છેલ્લા આઠ દસ વર્ષ થી લોન ચાલતી હોવાનું જણાવેલ છે વધુમાં ગુગલ પે થી આરોપીએ કેટલાક પૈસા ચુકવ્યા હોવાનું ફરિયાદીએ સ્વીકારેલ છે જેથી ફરિયાદ પક્ષ પોતાનુ લેણુ પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય આરોપીના એડવોકેટ જે બી જોશી ની દલીલો અને રજૂ કરેલ ચુકાદાઓ ને આધારે હાલોલના એડી જ્યુ મેજિસ્ટ્રેટ ( ફ. ક) એચ એચ બિસ્નોઇ દ્વારા આરોપી પંકજ અશોકકુમાર દલવાડીને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.

Back to top button
error: Content is protected !!