વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુ,તા-10 એપ્રિલ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ દ્વારા કચ્છ-મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજીનો કચ્છમાં પ્રાથમિક શાળાઓમાં સ્થાનિક ભરતી સંદર્ભે તેમના સંનિષ્ઠ પ્રયાસો અને સફળતા બાબતે આભાર વ્યક્ત કરાયો અને સાથે સાથે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં પણ પ્રાથમિકની જેમ જ સ્થાનિક ઉમેદવારોની ભરતી થાય એ બાબતે સરકારમાં રજૂઆત કરવા મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી આવેદન અપાયેલ હતું. આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંઝા અને ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ઉપસ્થિત રહેલ હતા.