
તા.૧૫.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ખરોડ ખાતે આવેલી જમનાદાસ ફેક્ટરી બહાર મારામારી થતા પોલીસે બે લોકોની અટકાયત કરતા કોંગ્રેસ પ્રમુખ અને ત્યાં ફેક્ટરીમાં કામ કરતા શ્રમીકો પોલીસે મથકે રજુઆત કરવા પહોંચ્યા
દાહોદના ખરોડ ખાતે આવેલી જમનાદાસ ઇન્ડસ્ટ્રીયલ કંપની અને શ્રમીકો વચ્ચેની માથાકૂટ દરમિયાન મારામારીના બનાવમાં રૂરલ પોલીસે કંપનીની ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ મેળવી બે લોકોની અટકાયત કરી કાર્યવાહી કરતા આજરોજ રૂરલ પોલીસ મથક ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ કંપનીના અન્ય શ્રમીકો પણ રજુઆત કરવા પહોંચ્યા હતા ત્યાં પોલીસે બનાવની વિગત અને સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરી હોવાની સમજણ આપી હતી
દાહોદના ખરોડ ગામે આવેલી જમનાદાસ ઇન્ડસ્ટ્રીઝ ખાતે કંપની અને ત્યાં કામ કરતા શ્રમીકો વચ્ચે કામના કલાકો અને પગારને લઈને માથાકૂટ થઈ હતી તેમાં સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ પોલીસે જણાવ્યું હતુંકે બે દિવસ અગાઉ ફેક્ટરીની બહાર અમુક લોકોએ અમુક લોકો જોડે મારામારી ધાક ધમકી અને ગાળા ગાલી કરી હોવાની ફરિયાદ રૂરલ પોલીસ મથક ખાતે નોંધાઈ હતી જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જે પણ જવાબદાર લોકો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને બે લોકોની અટકાયત કરવામાં આવી હતી અને અન્ય લોકોની અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે ત્યારે તેને લઈને આજે રાજકીય પક્ષના આગેવાનો અને અન્ય લોકો આવ્યા હતા અને શા માટે અટકાયત કરવામા આવી છે તે બાબતની સમજણ અપાઈ હતી ત્યારે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાએ જણાવ્યું હતું કે જમનાદાસ ફેક્ટરીમાં 700 થી વધુ શ્રમીકો કામ કરે છે અને તેમને 12 12 કલાક કામ કરાવવામાં આવે છે અને પૂરતી મજૂરી આપવામાં આવતી નહતી સરકારી ધારાધોરણ પ્રમાણે એમને મજૂરી આપવામાં આવતી નહોતી અને તેમનું સમાધાન થઈ ગયું હતું ત્યારે ભાજપ અને ફેક્ટરી માલીક ઉપર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપો લગાવી વિરોધ કર્યો હતો ત્યારે આ બાબતે કોંગ્રેસ પ્રમુખ અને અન્ય શ્રમીકો રૂરલ પોલીસ મથક ખાતે ગયા હતા અને રજુઆત કરી હતી તેમ જણાવાયું હતું





