BANASKANTHAGUJARATKANKREJ

શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજની જનરલ મિટિંગમાં ઘડાયેલ બંધારણને સમાજની કારોબારી મિટિંગમાં સર્વાનુમતે બહાલી…

શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજની જનરલ મિટિંગમાં ઘડાયેલ બંધારણને સમાજની કારોબારી મિટિંગમાં સર્વાનુમતે બહાલી...

શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજની જનરલ મિટિંગમાં ઘડાયેલ બંધારણને સમાજની કારોબારી મિટિંગમાં સર્વાનુમતે બહાલી…

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી જલારામ મંદિરના પટાંગણમા ગત તા. ૨૫/૦૧/૨૦૨૬ ના રોજ શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજની મળેલ જનરલ સભા માં સમાજ હીતમાં બંધારણ ઘડાયેલ હતું પરંતુ સમાજ ના વડીલોની સલાહ સૂચન પ્રમાણે નાના મોટા ફેરફારો કરી ફરીથી આજરોજ તા.૦૧/૦૩/૨૦૨૬ ના રોજ થરા માર્કેટ યાર્ડમા પ્રમુખ અણદાભાઈ થરા પૂર્વ પ્રમુખ વાલાભાઈ કાકર,ઉપ પ્રમુખ રામશીભાઈ રવેલ,મંત્રી વાલાભાઈ રાજપુર, સહમંત્રી રમેશભાઈ લુદ્રા,ઈન્દ્રમાણા સરપંચ રમેશભાઈ,થરા નગર પાલિકા ચેરમેન રસિકભાઈ, સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત ઉત્તર ઝોન બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ ગોરધનભાઈ લુદ્રા,મંત્રી રમેશભાઈ રાજપુર, કાંકરેજ મહા મંત્રી રસિકભાઈ રાજપુર,શ્રી કાંકરેજી હિંદવાણી બચત મંડળીના ચેરમેન જયંતીભાઈ ફોરણા,શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજ મીડિયા પ્રભારી નટુભાઈ થરા સહીત સાજના આગેવાનો, સમાજના તથા યુવક મંડળના કારોબારી સભ્યોની ઉપસ્થિતિ માં મળેલ કારોબારીમાં સુધારા વધારા વાળું બંધારણ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ એ રજૂ કરતા કારોબારી દ્વારા બહાલી આપેલ જેનો અમલ આજથીજ ( તા.૦૧/૦૩/૨૦૨૬) કરવામાં આવશે.બંધારણ તોડશે તેને એકલાખ રૂપિયાનો દંડ અને દંડ ભરવામાં નિષ્ફળ રહેશે તો એક વર્ષ માટે સામાજિક રિવાજોથી દૂર કરવામાં આવશે.કારોબારી સભ્યોની સાથે સાથે દરેક ગામોમાંથી વડીલોને બોલાવેલ તે સહુએ બંધારણને ખુબ જ સારી રીતે આવકાર્યું અને ઉપસ્થિત સર્વેએ તાળીઓના ગડડાટથી વધાવી લીધું.મિટિંગમાં બન્ને પરગણાના દરેક ગામમાંથી આગેવાનો ખાસ ઉપસ્થિત રહેલ અન્ય વડીલો અને યુવાન ખુબ જ બહોળી સંખ્યામાં હાજર રહેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!