અંબાજી માં મેળાના પ્રથમ દિવસે દાંતા મતવિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પોતાના કાર્યકર્તાઓ સાથે માતાજીને ધજા અર્પણ કરે
1 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શક્તિપીઠ અંબાજી ખાતે આજથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહે છે ત્યારે અનેક શ્રદ્ધાળુઓ પોતાની બાધા આખરી પૂરી કરવા પણ શક્તિપીઠ અંબાજી ધામે પહોંચી રહ્યા છે ત્યારે એક ભાઈ આણંદના લિંગડા ગામ થી પોતે પોતાની રાખેલી બાધા પૂર્ણ થતા મંદિરમાં આળોટતા મંદિરના દરબારે પહોંચ્યા હતા અને પોતાની બાધા આખડી પૂરી કરી હતી જ્યારે આજે મેળાના પ્રથમ દિવસે દાંતા તાલુકા મતવિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ આજે પોતાના વિસ્તારના અગ્રણી કાર્યકર્તાઓ સાથે માં અંબાને ધજા ચઢાવવા માટે અંબાજી પહોંચ્યા હતા અને બોલ મારી અંબે જય જય અંબેના ઘોષ સાથે 52 ગજ ની ધજા સાથે અંબાજી મંદિરે પહોંચ્યા હતા જ્યાં નિજ મંદિરમાં માતાજીને ધજા અડકાવી મંદિરના શિખરે ધજા લહેરાવી હતી આજે અંબાજી ખાતે પહોંચેલા કાંતિભાઈ ખરાડીએ જણાવ્યું હતું કે દેશ-વિદેશથી લોકો અંબાજી આ ભાદરવી પૂનમના મેળા દરમિયાન ધજા ચડાવવાને દર્શનાર્થે આવતા હોય છે ત્યારે અંબાજી આસપાસ વિસ્તારમાં રહેતા લોકોની પ્રથમ ફરજ છે કે તેઓ પણ માં અંબાના દર્શને પહોંચે અને આજે કાંતિભાઈ ખરાડીએ માતાજીને દર્શન કરી સમગ્ર પ્રજા અને સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. જોકે તેમને આગામી 2027 માં આવનારી વિધાનસભાની ચૂંટણી ને લઈને પણ ટાંકયું હતું કે 2027માં ચોક્કસપણે સરકારમાં પલટો આવશે અને કોંગ્રેસની સરકાર બનશે તેમ કાંતિભાઈએ જણાવ્યું હતું જ્યારે પોતાને બાબતે પણ જણાવતા કહ્યું હતું કે પ્રજા શિરોમાન્ય છે ને પ્રજા ચોક્કસ મને ચુંટશે તેવી આશા વ્યક્ત કરી હતી.