

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી વિસ્તારના ગામોમાં ડાયફ્લૂબેંજારોન દવા છંટકાવ અને એન્ટીલાર્વલ કામગીરી કરવામાં આવી
આજ રોજ માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારીના માર્ગદર્શન હેઠળ અને જીલ્લા મેલેરીયા અઘિકારીની સૂચના અન્વયે બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના વિસ્તાર ના ગામો માં ડાયફ્લૂબેંજારોન મચ્છર ઉત્પતિ અટકાવવા માટે વરસાદી પાણી ભરાયેલા ખાબોચિયા અને ગંધા પાણીના ભરાવામાં નાખવામાં આવ્યા ડેન્ગ્યુ અને મલેરીયા ના કેશો વધે નઈ તે માટે દવા છંટકાવ અને એન્ટીલાર્વલ કામગીરી કરવામાં આવી હતી હાલમાં મલેરીયા અને ડેન્ગ્યુ ના કેશો નહિવત્ પ્રમાણમાં છે જેમાં કેશોનો વધારો ન થાય તે હેતુસર દર શુક્રવારે ડાયફ્લૂબેંજારોનનો છંટકાવ કરવામાં આવે છે સદર કામગીરી PHC હેલ્થ સ્ટાફ દ્વારા કરવામાં આવી જેમાં ડૉ શ્રેયા ઠક્કર મેડીકલ ઓફિસર, ડૉ હીરલ દેસાઈ આયુષ મેડીકલ ઓફિસર,PHC સુપરવાઈઝર સુરેશ રોઝ કેશો ન વધે તે હેતુસર કામગીરી કરવામાં આવી




