બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ નું અધિવેશન યોજાયું

31 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શુક્રવારના રોજ સહકાર ભવન, એકતાનગર, કેવડિયા કોલોની, સરદાર સરોવર નર્મદા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી બનાસકાંઠા તથા બનાસકાંઠા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક વર્ષ 2024-25 નું ભવ્ય શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું.
પ્રથમ બેઠકમાં શ્રી જે. પી. પટેલ ,અધ્યક્ષ રાજ્ય આચાર્ય સંઘના સમારંભના અધ્યક્ષ પદે તથા મુખ્યમહેમાન શ્રી ભરતભાઈ ચૌધરી મહામંત્રી, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, શ્રી મહેશચંદ્ર પી પટેલ પ્રમુખ, નર્મદા જિલ્લા શાળા સંચાલક મંડળ, શ્રી નિલેશકુમાર વસાવા પ્રમુખ, નર્મદા જિલ્લા આચાર્ય સંઘ, શ્રી તુષારભાઈ મહામંત્રી, નર્મદા જિલ્લા આચાર્ય સંઘ, બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘના સૌ હોદ્દેદારશ્રીઓ તથા સારસ્વત આચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયું હતું, કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા પ્રાર્થનાથી કરવામાં આવી, પ્રાર્થના બાદ શ્રી મહેશચંદ્ર પી પટેલ દ્વારા નર્મદા જિલ્લા ના યજમાન સ્થળ હોઈ ખાસ સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. તેમની ઉપસ્થિતિ શાળા સંચાલક મંડળ અને આચાર્ય સંઘના અનુબંધ માટે પ્રેરક બની રહી, ત્યારબાદ શ્રી નર્મદા જિલ્લા આચાર્ય સંઘ વતી શ્રી નિલેશભાઈ વસાવા તથા તુષારભાઈ પટેલ દ્વારા સુંદર પુષ્પમાળાઓ દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓ તથા બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ નું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું, બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખશ્રી નાનજીભાઈ ખરસાણ દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓ તથા સારસ્વતોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું . ઉપસ્થિત મહેમાનશ્રીઓનું મોમેન્ટો, ખેસ તથા ફુલહારથી સન્માન કરવામાં આવ્યું શ્રી નાનજીભાઈ ખરસાણનું ઉપસ્થિત મહેમાનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું. વયનિવૃત્ત થયેલ ભૂતપૂર્વ આચાર્યશ્રીઓને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યા, તથા આચાર્યશ્રીઓના સંતાનો ધોરણ 10 તથા 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહમાં સારા ગુણાંકન સાથે ઉત્તીર્ણ થયા હોય તેવા તેજસ્વી તારલાઓને મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું, ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે માર્ગદર્શિકા *”વહીવટી ભોમિયો”* પુસ્તકનું મહેમાનશ્રીઓની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું. શ્રી નિલેશભાઈ વસાવા દ્વારા નર્મદા જિલ્લાની પ્રાકૃતિક સંપદા તથા સાઇટ સિંગ તથા બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘને આયોજન બદલ ખુબ અભિનંદન પાઠવી ડો.શરદ ઠાકર ના પ્રસંગોચિત લેખનો ઉલ્લેખ કરી ખૂબ જ રસપ્રદ ઉદબોધન કરવામાં આવ્યું. શ્રી ભરતભાઈ ચૌધરી દ્વારા આ અધિવેશનને બનાસ તથા નર્મદાના સંગમ સમાન ગણી વિવિધ વહીવટી પ્રશ્નોના ઉકેલ, તેની આંટી- ઘૂંટીઓ તથા સફળતાના પરિપાકરૂપી ફળ અંગે ખૂબ જ વિશદ ચર્ચા કરવામાં આવી ,સંગઠિત રહી લક્ષ સાધી શકીશું તેના પર ભાર મૂક્યો હતો ત્યારબાદ શ્રી જે. પી. પટેલ દ્વારા આચાર્ય કુળ, સંગઠનની રીતી- નીતિ ,શક્તિ નો સુભગ સમન્વય શું પરિણામ લાવી શકે તે અંગે ખૂબ જ સચોટ અને ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપી ઉદબોધન કરવામાં આવ્યું.
તારીખ 26 /12 /2024 ના પ્રથમ બેઠકની આભારવિધિ શ્રી જયેશભાઈ જોશી મહામંત્રી, શ્રી બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ દ્વારા કરવામાં આવી તેઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો તથા વ્યવસ્થાના સહભાગી તથા ઉપસ્થિત સર્વે સારસ્વતનો આભાર વ્યક્ત કર્યો હતો ,ઉદઘોષક તરીકે આચાર્યશ્રી મિલનભાઈ રાવલ તથા સંસ્મરણોને આચાર્યશ્રી બાબુભાઈએ કેમેરામાં કંડાયૉ હતા. દ્વિતીય બેઠકમાં શ્રી કાંતિલાલ રાયગોર મંત્રી ,ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, શ્રી હિમાંશુભાઈ સુતરીયા ઝોન પ્રવક્તા, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ તથા શ્રી નરેન્દ્રસિંહ દેવડા મીડિયા કન્વીનર, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, નવનીત, પારુલ યુનિવર્સિટી તથા સાકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન અંગેનું પ્રવચન આપવામાં આવ્યું હતું
.શ્રી નાનજીભાઈ ખરસાણ તથા શ્રી જયેશભાઈ જોશી ની ઉપસ્થિતિમાં વહીવટી પ્રશ્નોત્તરી અને માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિવેશનના સૌજન્ય તરીકે નવનીત પબ્લીકેશન, ideal, પારુલ યુનિવર્સિટી, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, એન્જલ ડીસા જ્ઞાનમંજરી ઉપાસના પાલનપુર, સિલ્વર બેલ્સ પાલનપુર, state bank of india, bank of baroda, નવયુગ ઓફસેટ પાલનપુર, શક્તિ સ્કૂલ ઓફ સાયન્સ પાલનપુર, નો સહયોગ રહ્યો હતો.




