MALIYA (Miyana) :માળીયાના ખીરઇ ગામે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે બંધુઓના ગેરકાયદેસર મકાન તંત્રએ તોડી પાડ્યા
MALIYA (Miyana) :માળીયાના ખીરઇ ગામે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે બંધુઓના ગેરકાયદેસર મકાન તંત્રએ તોડી પાડ્યા

મોરબી જીલ્લામાં અસામીજીક તત્વોએ સરકારી જમીન કે કોઇ માલીક્ની જમીન ઉપર કબ્જો કરેલ હોય તેવા અસામીજીક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવા જીલ્લાના તમામ અધિકારીઓને જરૂરી સુચન કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા મોરબી વિભાગ મોરબી ના માર્ગદર્શન હેઠળ માળીયા મી પો.સ્ટે.માં શરીર સબંધી પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓએ જુની ખીરઇ ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરેલ હોય જેથી મામલતદાર માળીયા મી. નાઓના સંકલનમાં રહી માળીયા મી. તાલુકાના જુની ખીરઈ ગામે રહેતા (૧) જાકીર ઉર્ફે જાકો હબીબભાઈ જેડા નાઓએ જુની ખીરઈ ગામે આવેલ મકાન સરકારી ખરાબાની સર્વે નંબર ૧૯૨ પૈકી વાળી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ/કબ્જો કરી આશરે ૮૦૦ ચોરસ મીટર જગ્યામાં મકાન બનાવેલ હોય તેમજ આરોપી અવેશભાઇ હબીબભાઇ જેડા નાઓએ જુની ખીરઈ ગામે સરકારી ખરાબાની સર્વે નંબર ૧૯૨ પૈકી વાળી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ/કબ્જો કરી આશરે ૬૦૦ ચોરસ મીટર સરકારી જગ્યામાં મકાન બનાવેલ બનાવેલ હોય જે બન્ને આરોપીઓના મકાન નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા મોરબી વિભાગ મોરબી તથા મામલતદાર માળીયા મીયાણા પોલીસ સ્ટાફ સાથે રાખી મકાનો તોડી પાડી આશરે ૧૪૦૦ ચોરસ મીટર સરકારી જમીન ઉપર દબાણ દુર કરી કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.









