
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવેરા ટીમ ચેમ્પિયન બની અને વેલવાચ ટીમ રનર્સઅપ રહી, લીંગ મેચમાં ૧૦ ટીમોએ ભાગ લીધો

<span;>બે દિવસ યોજાયેલી ક્રિકેટ મેચમાં બાવીસા પરિવારની ૧૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. શ્રી જી ક્રિકેટ મેદાન, ખારવેલ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં નવેરા ટીમ ચેમ્પિયન બની હતી. જેને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જયારે વેલવાચ ટીમ રનર્સઅપ રહી હતી. જેને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત બેસ્ટ બોલર અને સૌથી વધુ વિકેટ રાજેન્દ્ર બાવીસા- વેલવાચ અને સૌથી વધુ રન માટે જલુ બાવીસા- ફલધરાને પણ સન્માનિત કરાયા હતા. આ ટુર્નામેન્ટમાં પાટી, રાનપાડા, નવેરા, દુલસાડ, કાંજણરણછોડ, વેલવાચ, બરૂમાળ અને ફલધરાની ૧૦ ટીમોએ ભાગ લીધો હતો.
ખાસ કરીને બાવીસા પરિવાર એકબીજાથી પરિચિત બને અને યુવાનો ક્રિકેટ જેવી ટુર્નામેન્ટમાં આગળ આવે તેવા આશય સાથે બાવીસા કુળ પરિવારના અજયભાઇ આંબા, ભાવેશભાઇ વલસાડ, રાજેન્દ્રભાઇ વેલવાચ, સુનિલભાઇ પાટી, વિવેકભાઇ ધરમપુર, મિનેષભાઇ પાટી દ્વારા ટુર્નામેન્ટનું આયોજનનું આયોજન થયું હતું. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા, કાર્યપાલક ઇજનેર મનિષ પટેલ, અનિલભાઇ પટેલ, સિંચાઇ સમિતિ અધ્યક્ષ જિલ્લા પંચાયત નવસારી પરિમલ પટેલ, સહાયક માહિતી નિયામક ઉમેશ બાવીસા, કાંતિભાઇ બાવીસા, ભરતભાઇ પટેલ ફલધરા, ભિનેશભાઇ બાવીસા સહિત આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




