દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદના બિરસા મુંડા ચોક પર રસ્તા રોકી નગરપાલિકા હાઈ રે હાઈ ના સૂત્રોચાર કરી વિરોધ પ્રદશન કરવામાં આવ્યુ
AJAY SANSISeptember 4, 2024Last Updated: September 4, 2024
2 1 minute read
તા.૦૪.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદના બિરસા મુંડા ચોક પર રસ્તા રોકી નગરપાલિકા હાઈ રે હાઈ ના સૂત્રોચાર કરી વિરોધ પ્રદશન કરવામાં આવ્યુ
આજરોજ તા.૦૪.૦૯.૨૦૨૪ ના સાંજે ૪ કલાકે બુધવારના રોજ દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ શહેરના બિરસા મૂંડા ચોક પર ટ્રાફિકથી ધમ ધમતા એવાં રસ્તા પર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યુ હતું અને જણાવ્યું કે દાહોદ શહેરમાં આવનાર ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદુન નબીના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દાહોદ શહેરના રસ્તાઓ બનવવાની માંગ કરી છે અને સાથે સાથે દાહોદ શહેરની પ્રજાને પર સ્થાનિક વહીવટી તંત્ર સામે વિરોધ કરવાં ઉશ્કેરવામાં આવ્યા છે દાહોદ સ્માર્ટ સીટીની જાહેરાત ૨૦૧૭ માં હર્ષો ઉલ્લાસ અને નાચતે ગાતે કરવામા આવી હતી અને તેને પણ વર્ષો વીત્યા છે પણ હાલ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી અને દાહોદ નગરની પ્રજાને પણ કોંગ્રેસ સાથે રહી આંદોલન કરવાં આમંત્રણ આપવામાં આવ્યા કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સીટી બનાવવા માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે.અને એ કરોડો રૂપિયા ક્યાં ગયા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે અને દાહોદ સ્માર્ટ સીટી નહીં દાહોદ ખાડા સીટી તરીકે જાહેર કરવાની માંગ કરી છે અને રસ્તાઓ બનાવવામાં આવે છે એ રસ્તાઓ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના વહીવટદારની મિલી ભગતથી રસ્તાઓ બનતા હોય છે જેના કારણે રસ્તાઓ હલકી ગુણવત્તા વાળૂ બને છે જેના કારણે રસ્તાઓ જલ્દી ખરાબ થઈ જતા હોય છે અને આ રસ્તાઓ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેમાં માત્ર રસ્તાઓ પર પડેલા ખાડાઓજ પૂરવામાં આવતા હોય છે અને જો દાહોદ નગર પાલિકા રસ્તાઓ નહીં બનાવેતો નગરપાલિકા પર તાળા બંઘી કરવામાં આવશે હોવાની ચીમકી ઉપચારવામાં આવી છે
Sorry, there was a YouTube error.
AJAY SANSISeptember 4, 2024Last Updated: September 4, 2024