AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા પોલીસ વિભાગે આસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.

વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ

ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતીની ભાવના અનુભવાય તે માટે અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ 100 કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે રાજ્યનાં મુખ્ય પોલીસ મહાનિર્દેશક દ્વારા સુચના આપવામાં આવેલ હતી. ત્યારે આ સૂચનાના આધારે ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાના સીધા સુપરવિઝન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લામાં સક્રિયપણે  દારૂ-  ચોરી તથા ઘરફોડ ચોરી તેમજ પાસા – તડીપાર થયેલા, જેવા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કુલ 9 જેટલા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતુ.તેમજ તેમના  ગેરકાયદેસર બાંધકામ, સરકારી જમીન ઉપર દબાણ, ગેરકાયદેસર વીજ કનેક્શન,બેન્ક એકાઉન્ટ/ નાણાકીય વ્યવહાર, ભાડુઆત રજીસ્ટ્રેશન વગેરે ગેરકાયદેસર મિલકત/ દબાણ જણાઈ આવે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની તપાસ કરવામાં આવી રહી છે.ડાંગ જિલ્લામાં સક્રિય પણે દારૂ-  ચોરી તથા ઘરફોડ ચોરી તેમજ પાસા – તડીપાર થયેલા જેવા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કુલ 9 અસામાજિક તત્વો સામે ડાંગ જિલ્લા પોલીસ વિભાગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરતા જિલ્લાનાં અસામાજીક તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે..

Back to top button
error: Content is protected !!