GUJARAT

શિનોર ખાતે આધેડ મહિલા નો મૃતદેહ ઝાડી માં વૃક્ષ સાથે નગ્ન અવસ્થામાં બાંધી હત્યા કરેલી હાલત માં મળી આવતા ચકચાર

ફૈઝ ખત્રી..શિનોર મૃતક આધેડ મહિલા શિનોર નર્મદા કિનારે આવેલ કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે કરતી હતી અને કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર ની બાજુમાં આવેલ નૌકા તાલીમ કેન્દ્ર ની ઓરડી માં એકલી રહેતી હતી. પ્રાથમિક તપાસમાં આધેડ મહિલા ને નગ્ન અવસ્થામાં , દુષ્કર્મ કરી, ઝાડ ના થડ સાથે કપડા થી બાંધી હત્યા કરાયા ની આશંકા સેવાઈ રહી છે. મૃતક આધેડ મહિલા ની દીકરી, જમાઈ દ્રારા તા.31.8.2024 ના સાંજે 5 વાગે થી તા.1.9.2024 સુધી શોધખોર કરી હતી.તેમજ આધેડ મૃતક મહિલા ન મળતા તા.3.9.2024 ના રોજ મૃતક મહિલાની દીકરી એ શિનોર પોલીસ મથકે હતી ગુમ થયા ની ફરિયાદ નોંધાવી હતી. તારીખ 31 8 2024 ના રોજ ઘર સામાન ખરીદી માટે શિનોરમાં આવી હતી ત્યારબાદ આધેડ મહિલા પોતાના ઘરે પરત ફરી ન હતી... વાત કરવામાં આવે તો સિનોર ના નર્મદા કિનારે આવેલ કૃષ્ણેશ્વર મહાદેવ ભગવાનના મંદિરે સેવા કરી બાજુમાં આવેલ નૌકા તાલીમ કેન્દ્ર ના રૂમમાં રહી આધેડ મહિલા પોતાનું જીવન ગુજારતી હતી.... ગતરોજ છોકરી અને જમાઈ ફરી શોધવા નીકળ્યા હતા ત્યારે તેઓને જાળીમાં ગંધ આવતા તપાસ કરતા પુત્રીની માતા ની નગ્ન હાલતમાં મૃત્યુ કરેલી ઝાડ સાથે બાંધેલી હાલતમાં મળી આવતા દીકરી અને જમાઈ ના પગ તળેથી જમીન ખસી ગઈ હતી... સિનોર પોલીસને તાત્કાલિક જાણ કરતાં શિનોર પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગઈ મૃતક મહિલા નું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!