હાલોલ તાલુકાના પાંચમહુડી ગામના યુવાનનો મુતદેહ રૂપાપુરા નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૪.૧૨.૨૦૨૫
હાલોલ તાલુકાના અભેટવા પાંચમહુડી ગામના 21 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર હાલોલ ના રુપાપુરા ગામ પાસે થી પસાર થતી નર્મદાની કેનાલ માં પડતું મૂકતા હાલોલ ફાયર ટીમ દ્વવારા શોધખોળ કરતા આજે બુધવારના રોજ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો બનાવ અંગે હાલોલ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકાના અભેટવા પાંચમહુડી ગામ ના મંદિર ફળિયામાં રહેતા મુકેશભાઈ મહેશભાઈ પરમાર ઉ.વ. 21 ના ઓ મંગળવાર ના રોજ ઘરે થી નીકળી હાલોલ ના રુપાપુરા ગામ પાસે થી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ના પાણી માં સાંજના સુમારે કોઈ અગમ્ય કારણોસર કૂદી પડી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી જ્યારે બનાવને પગલે તેના પરિવારજનો તેમજ ગામજનો બનાવ સ્થળે દોડી આવી તાત્કાલિક હાલોલ ફાયર ફાઈટર ની ટીમને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કેનાલ ના પાણી માં મોડી રાત સુધી શોધખોળ કરતા મળી ન આવતા આજે બુધવાર ના રોજ સવારે ફરીથી શોધખોળ કરતા કલાકોની ભારે જહેમત બાદ મુકેશભાઈ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ સંદર્ભે હાલોલ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકના મૃતદેહને હાલોલ સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવી તેના પરિવારને સોંપ્યો હતો.મુકેશભાઈ પરમાર એ એવું કયા કારણોસર પગલું ભર્યું હશે જે હાલમાં અકબંધ છે તે પોલીસ તપાસ માંજ બહાર આવે તેમ જાણવા મળ્યું છે.








