GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-નર્મદા ની મુખ્ય કેનાલમાંથી હત્યા કરેલી હાલત લાશ પ્લાસ્ટિકની બેગમાંથી મળી આવતા ચકચાર,પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૨.૨૦૨૫

છેલ્લા છ દિવસથી ગુમ થયેલ જાંબુઘોડા તાલુકાના ડૂમા ગામ ના આશરે 32 વર્ષીય યુવાન ની લાશ હાલોલ તાલુકાના રામેશરા ગામે થી પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલ માંથી હત્યા કરેલી હાલત માં પ્લાસ્ટિકની બેગમાંથી મળી આવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યા નો ગુનો નોંધી હત્યા નો ભોગ બનનાર યુવાન ને કોને ? કેમ ? કયા કારણે હત્યા કરી હશે તે દીશા તરફ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જાંબુઘોડા તાલુકાના ડૂમા ગામે રહેતા સુરેશભાઈ રમણભાઈ બારીયા ઉ.વર્ષ આશરે 32 વર્ષ છૂટક મજૂરી કરી તેમના પરીવાર નું ભરણ પોષણ કરતો હતો આથી છ દિવસ પહેલા રોજ ઘરેથી નિકળ્યો હતો પરંતુ સાંજે ઘરે પરત ન ફરતા ચિંતિત સુરેશભાઈ ના પરીવાર જનો એ તેની શોધખોળ કરી હતી પરંતુ મળી આવેલ નહીં.જ્યારે બીજી તરફ આજે હાલોલ તાલુકાના રામેશરા ગામે થી પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલ માં એક પ્લાસ્ટીનું પોટલા જેવી હાલત માં કોઈ દેખાતા સ્થાનિક લોકોને શંકા કુશંકા લાગતા હાલોલ રૂરલ પોલીસ ને જાણ કરતા નાયબ પોલીસ અધીક્ષક. વી.જે.રાઠોડ,પીઆઇ કે.એ. ચૌધરી સહીત પોલીસ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. પ્લાસ્ટિક કોથળા જેવી બેગ બહાર કઢાવી અંદર જોતા કોઈ અજાણ્યા ઈસમ ની હત્યા કરેલી હાલત માં લાશ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી પોલીસે અજાણ્યા ઈસમની ઓળખ છતી કરવાના પ્રયાસ માં આ અજાણી વ્યક્તિ અન્ય કોઈ નહિ પરંતુ ડૂમા ગામ ના છેલ્લા છ દિવસ થી ગુમ થયેલ સુરેશ બારીયાની હોવાનું બહાર આવતા તેમના પરિવારજનો ને જાણ કરતા તેઓ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા.પોલીસે પ્રાથમિક તપાસ માં સુરેશ ને કોઈ ની સાથે ઝગડો થયો હશે અથવા અન્ય કોઈ કારણ થી તેની હત્યા કરી પ્લાસ્ટિકની થેલી જેવી વસ્તુમાં ભરી કેનાલ માં ફેકી દેવામાં આવ્યો હશે જેથી પોલીસે હાલ અજાણ્યા શખ્સની સામે હત્યા નો ગુનો નોંધી હાલોલ રેફરલ ખાતે પેનલ ડૉક્ટર દ્વારા પીએમ કરાવી તેમના પરિવારજનો ને સોંપી હત્યા નો ભેદ ઉકેલવા ના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!