WAKANER:વાંકાનેર પૈસાની ઉઘરાણી મામલે યુવક ત્રણ શખ્સોએ અપહરણ કરીને માર મારી સુઇ વડે ઇજાઓ કરી
WAKANER:વાંકાનેર પૈસાની ઉઘરાણી મામલે યુવક ત્રણ શખ્સોએ અપહરણ કરીને માર મારી સુઇ વડે ઇજાઓ કરી
વાંકાનેરના લુણસરથી મનડાસર જવાના રસ્તેથી યુવાનનું ત્રણ શખ્સોએ પૈસાની લેતી દેતીમાં કારમાં અપહરણ કરી લઇ જઈને માર મારી પૈસાની ઉધરાણી કરી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
સુરેન્દ્રનગરના મનડાસર ગામે રહેતા લીલાભાઈ કાળુભાઈ ભૂંડીયા એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કે આરોપી ખોડાભાઈ રણછોડભાઈ સેફાત્રા વાળા એ રૂપિયાની લેતીદેતી બાબતે મનદુઃખ રાખી આરોપી ગોપાલભાઈ ગેલાભાઈ સેફાત્રા અને મેલાભાઈ હમીરભાઈ સેફાત્રા સાથે સફેદ કલરની સ્કોર્પિયો કાર જીજે ૧૩ એનએન ૧૫૨૯ વાળીમાં આવી લીલાભાઈ ની સ્વીફટ કાર જીજે ૩૬ બી ૮૨૯૨ વાળી સાથે અથડાવી સ્વીફટ કારના આગલનો કાચ તથા ગાડીનું બોનેટ તોડી નુકશાન કરી સ્કોર્પિયો કારમાં અપહરણ કરી લઇ જઈ ધોકા વડે માર મારી ઈજા કરી સુઈયા વડે અલગ અલગ ભાગમાં ઈજા કરી તેના બાકીના નીકળતા પૈસા પાછા મેળવવા ભયમાં મુકવાની કોશીક કરી ભૂંડા બોલી ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.