અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ધાંધિયા – કુણોલ પાસે કટારા ફળિયા તરફ જતા ગરનાળા ની દશા જોતા મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવો ઘાટ
મેઘરજ તાલૂકા માં છેલ્લા એક વર્ષમાં ત્રણ તાલુકા વિકાસ અધિકારીઓ ની બદલી થઇ છે છતાં ભ્રષ્ટાચાર વધતો જ જાય છે ક્યારે અટકશે ભ્રષ્ટાચાર..?
સરકાર હાલ વિકાસના કામોની ઉજવણી કરી રહી છે તો બીજી બાજુ થયેલા કામોમાં ભ્રષ્ટાચાર બહાર આવતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે અને થયેલ કામોમાં ગરનાળાના દ્રશ્યો જોઈ તમે પણ ચોકી જશો
મેઘરજ તાલૂકા માં છેલ્લા એક વર્ષમાં ત્રણ તાલુકા વિકાસ અધિકારીઓ ની બદલી થઇ છે પરંતુ મેઘરજ તાલુકા પંચાયતમાં ચા કરતા કીટલીઓ હંમેશા ગરમ જ હોય છે અને દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર બહાર આવે છે પરંતુ ઓછું થવાનું નામ લેતો નથી કેમ કે જવાબદાર તંત્ર જવાદારી પૂર્વક ક્યાંક ઉણું ઉતર્યું હોય તેવો ઘાટ મેઘરજ તાલુકામાં છે તાલુકાના પંચાયતના કામો હોય કે પછી કોઈ યોજના ના કામો જેમાં કામો હવે વ્યક્તિ દીઠ આપવાના શરુ થયા છે અને એનો કોન્ટ્રાકટર પણ કોઈ બીજો હોય છે અને કામના રૂપિયા પણ બીજાના ખાતામાં જમા થતા હોય તેવી વાતો પણ વહેતી થઇ છે શું આવી રીતે અટકશે ભ્રષ્ટાચાર આ બાબતે ચાલુ તાલુકા અધિકારીએ જવાબર વ્યક્તિઓ સામે જરૂરી પગલાં લે તે જરૂરી છે
મેઘરજ તાલુકામાં ગરનાળાના કામોમાં ઠેળ ઠેળ ભ્રષ્ટાચાર સામે આવતો જ હોય છે અને ફરી એક વાર ગરનાળા માં ભ્રષ્ટાચાર થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જે તમે ક્યારે પણ જોયા નહિ હોય જેમાં ધાંધિયા કુણોલ ગામે કટારા ફળીયા માં એક ગરનાળુ કાચા રસ્તા પર બનાવેલ છે જેમાં ગરનાળુ ઉપરની બાજુથી બેસી ગયું છે અને ગરનાળા નીકળી ગયા છે પંરતું આ ઘટના કોઈને નજરે ન આવતી હોય તેવો ઘાટ છે હાલ ગરનાળા ની સ્થિતિ જોતો એવું લાગે છે આ કામમાં ઘણો ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો હોય તેવું લાગી રહયું છે. મેઘરજ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે પોહચી યોગ્ય તપાસ કરે તે પણ જરૂરી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ છે