વાંસદા ભાજપ સંગઠનની કૂટનીતિ ભાજપની નૌકા ડુબાડશે.

0
26
વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ-વાંસદા

વાંસદા ભાજપ સંગઠનની કૂટનીતિ ભાજપની નૌકા ડુબાડશે.

તાલુકા પ્રમુખની પસંદગી પ્રક્રિયામાં સભ્યોને વિશ્વાસમાં ન લેવાતાં ભાજપના બહુમત સભ્યો નારાજ.

૧૪ મીએ તાલુકા પંચાયત પ્રમુખની પસંદગી સમયે આશ્ચર્યજનક સ્થિતિ સર્જાય તો નવાઈ નહિ.
—————————————
વાંસદા તાલુકા પંચાયત હાલમાં ભાજપ નાં કબ્જા હેઠળ છે. અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નવા પ્રમુખની પસંદગી પ્રક્રિયામાં અનેક અટકળોનો અંત આવતાં ની સાથેજ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ દીપ્તિ પટેલ નાં નામ પર પસંદગી નો કળશ ઢોળવામાં આવ્યો હોવાની વાત સાથે બહુમત સભ્યો નારાજ થયાની વાત વાંસદા પંથકમાં વાયુવેગે પ્રસરી છે.છેલ્લા કેટલાક સમયથી તાલુકા પ્રમુખ પદ માટે પદમાં બેન પટેલનું નામ બહુમત સભ્યોનાં ટેકા સાથે ચર્ચામાં હોવાનું મનાય રહ્યું હતું.પરંતુ હવે પ્રમુખની પસંદગી માટે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપની બેઠક માં આશ્ચર્યજનક રીતે દીપ્તિ પટેલ નું નામ આગળ ધરી કોઈ પણ સંજોગે દીપ્તિ પટેલ ને જ પ્રમુખ બનાવવાના ઇરાદા સ્પષ્ટ થયા હતા. અને દીપ્તિ પટેલ ને જ પ્રમુખ પદ માટે ભાજપ ની બેઠક માં પસંદ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.પરંતુ આજ સમયે ભાજપના બહુમત સભ્યો દ્વારા સખત નારાજગી વ્યક્ત થયાની ઘટના પણ સામે આવી છે.અને પોતાના ચોક્કસ સભ્યને પ્રમુખ બનાવવા અન્ય સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ યેનકેન પ્રકારે દીપ્તિ પટેલની પસંદગી કરાઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ૧૪ સપ્ટેમ્બર નાં રોજ વાંસદા તાલુકા પ્રમુખની પસંદગી પ્રક્રિયા હેમખેમ પાર પડવાની પરિસ્થિતિ સામે પ્રશ્નાર્થ ઊભો થવાની સાથે વાંસદા ભાજપ સંગઠનમાં ભડકો થવાની સંભાવના તથા આશ્ચર્યજનક સ્થિતિ પેદા થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. છેલ્લા ઘણા સમયથી વાંસદા ભાજપ સંગઠન માં જૂથ નીતિ ચરમ સીમાએ હોવાનું અને સંગઠનને મજબૂત કરી એક રાખી શકે તેવો કોઈ નેતા સંગઠનમાં ન હોઇ,વાંસદા ભાજપ સંગઠનમાં ધરમૂળ ફેરફાર જરૂરી હોવાના અહેવાલ પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે.તેમ છતાં આ બાબતે ભાજપ સંગઠનની નિષ્ક્રિયતા આશ્ચર્યજનક છે. ત્યારે ,દિન પ્રતિદિન વાંસદા વિધાનસભા વિસ્તારમાં જૂથવાદ વકરી રહ્યો છે અને ભાજપ ની તાકાત ઓસરી રહ્યાનું વર્તાય રહ્યું છે ત્યારે ભાજપ સંગઠન કોઈ નવી ફોર્મ્યુલા લાવશે કે પછી ભૂતકાળની ભૂલો રિપીટ કરી પરિણામ ભોગવતા રહેશે તે આવનારો સમય જ બતાવશે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here