
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગનાં રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી વાસુર્ણા દ્વારા ભીલ સમાજનાં શૌર્યનો ઇતિહાસની ગાથાઓનો વર્ણન કરતું પુસ્તક વીર ભીલ યોદ્ધાઓ નો ડાંગ દરબાર રંગ ઉપવન ખાતે વિમોચન કરવામાં આવ્યુ હતુ.આ પુસ્તકમાં ડાંગના વીર વીલ યોદ્ધાઓની ગાથાનો વર્ણન ચમકડુંગરનું યુદ્ધ,લશ્કરિયાનું યુદ્ધ રાજા શીલપતસિંહનાં નેતૃત્વ હેઠળ લડેલી લડાઈ અને યોદ્ધાઓ પોતાની જમીન સંસ્કૃતિ પરંપરા ધરોહર અને રાષ્ટ્ર માટે લડ્યા છે.અને ક્યારેય બ્રિટિશરોની સામે એમને હારનો સ્વીકાર કર્યો નહીં છેવટે બ્રિટિશોએ આ રાજાઓ સાથે સુલેહ કરવી પડી એવું વર્ણન કરેલું છે.આ પુસ્તકમાં ડાંગ જિલ્લાની ઐતિહાસિક યુદ્ધગાથાઓ અને ભીલ સમાજના અદમ્ય શૌર્ય અને સાહસની વિગતવાર ઝલક રજૂ કરવામાં આવી છે. પ્રથમ અધ્યાય ‘ચમક ડુંગરના યુદ્ધ’ માં ભીલ યોદ્ધાઓની બહાદુરી, તેમની વ્યૂહરચનાઓ અને બ્રિટિશ સેનાના હુમલાઓ સામેના ભીલ યોદ્ધા ના પ્રતિકારનું વર્ણન છે. જેમાં રામાયણ સમકાલીન પવિત્ર પંપા સરોવર અને શબરી માતાનું મહત્વ પણ આ ચેપ્ટરમાં સમજાવવામાં આવ્યું છે.બીજો અધ્યાય ‘લશ્કરિયા યુદ્ધ’માં શીલપતસિંહ પવારના નેતૃત્વ હેઠળ લડાયેલી ગેરિલા યુદ્ધ પધ્ધતિની વાત છે. જ્યાં ભીલ યુદ્ધવીરોના જંગલના વ્યૂહો અને તેમના પારંપરિક શસ્ત્રોનો મહિમા વર્ણવાયો છે. ત્રીજા અધ્યાયમાં ‘ડાંગનો અંતિમ બળવો’ દર્શાવવામાં આવ્યો છે. જ્યાં ભીલ સમુદાયે અંગ્રેજ શાસન સામે છેલ્લી મોટી લડાઈ લડી હતી.આ પુસ્તકમાં ભીલ સ્ત્રીઓની પ્રભાવશાળી ભૂમિકા પણ પ્રકાશમાં મૂકવામાં આવી છે. ભૂરીબાઈ, કલાવતીબાઈ અને કાલીબાઈ જેવી હિંમતવાન સ્ત્રીઓએ અંગ્રેજ શાસન સામે પ્રતિકાર કર્યો. તેઓ માત્ર લડાઈઓમાં જ નહીં, પરંતુ સમાજને એકત્રિત કરવાના પ્રયાસોમાં પણ અગ્રેસર રહ્યા હતા. અંતિમ વિભાગમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભીલ સમુદાયના યોગદાન અને ભારત છોડો આંદોલનમાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.આ પુસ્તક માત્ર ડાંગના ઇતિહાસને જ નહીં, પરંતુ ભીલ સમાજના બહાદુર ભર્યા કાર્યો અને તેમના સ્વતંત્રતા માટેના લડતના ઈતિહાસને સાચવી રાખવાનું કામ કરે છે..




