મલાવ ચોકડી પાસેથી ચોરીની બર્ગમેન ગાડી સાથે ફરતા વાહનચોર કાલોલ પોલીસના હાથે ઝડપાયો

તારીખ ૦૭/૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ આર.ડી ભરવાડ સર્વલંન્સ સ્ટાફ સાથે મલાવ ચોકડી પાસે વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા ત્યારે હાલોલ તરફથી સફેદ કલરની સાઈડ નંબર વગરની સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ મોટરસાયકલ લઈને એક ઈસમ આવતા તેને રોકી ગાડીના કાગળો માંગતા તેની પાસે કોઇ કાગળ મળેલ નહોતા પાછલાં ભાગે નંબર જોતા જીજે ૧૭ સીસી ૭૪૯૩ નો નંબર જોવા મળેલ જે ઈ પોકેટ કોપ મા સર્ચ કરતા ચોરીમાં ગયેલ હોવાનુ વાહન હોવાનુ જાણવા મળેલ પકડાયેલ ઈસમ નુ નામ પુછતા અરબાઝ સલીમ ઉદવાનીયા ઉ. વ.૩૦ રે. સર્વોદય સોસાયટી જીઈબી સામે કાલોલ નો હોવાનુ જાણવા મળેલ પૂછપરછ કરતા આ ટુ વ્હીલર એકાદ માસ પહેલા સર્વોદય સોસાયટીમાં રાત્રિના સમયે લોક તોડીને ચોરી કરી ગયા હોવાની કબુલાત કરેલ આમ પોલીસે કાલોલની સર્વોદય સોસાયટીમાં રહેતા મોહસીન બાબુભાઈ શેખ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબનો ચોરીનો ગુનો ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે વાહનચોર ને ઝડપી પાડી વાહનચોરી નો ગુનો ઉકેલ્યો છે.






