મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા કલેકટરે રૂબરૂ મુલાકાત લીધી

મહીસાગર જિલ્લા નાં લુણાવાડા નગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગર દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.
અમીન કોઠારી મહીસાગર

ઉલ્લેખનીય છે કે અર્બન હેલ્થ સેન્ટરના તબીબી અધિકારી તેમજ કર્મચારી દ્વારા ક્ષય રોગના દર્દીઓને સારવાર તેમજ અન્ય ચેપી તેમજ બિનચેપી રોગો જેવા કે ડાયાબિટીસ અને હાયપરટેન્શનના દર્દીઓનું નિયમિત રીતે સઘન સ્ક્રિનિંગ કરી અને તેઓની સારવાર અંગેની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે તેમજ દૈનિક 100 થી 120 દર્દીઓને ઓપીડી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે તેમજ જરૂરી લેબોરેટરી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે
આ ઉપરાંત દર બુધવારે લુણાવાડા નગરના વિભિન્ન વિસ્તારોમાં નિયમિત રીતે મમતા દિવસ તેમજ દર સોમવારે અર્બન હેલ્થ સેન્ટર ખાતે મમતા ક્લિનિક અંતર્ગત સગર્ભા માતા તેમ જ ઝીરો થી પાંચ વર્ષના બાળકોનું રસીકરણ અભિયાન અંતર્ગત રસીકરણ સેવાઓ તેમજ પૂર્વ પ્રસુતિ સેવાઓ તેમજ બાળકોના ગ્રોથ મોનિટરિંગની સેવાઓ પૂરી પાડવામાં આવે છે .
આ ઉપરાંત સગર્ભા માતા,ધાત્રી માતા અને બાળકોને રસીકરણ જેવી સેવાઓનો વ્યાપ વધે તે માટે સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવેલી નમોશ્રી યોજના તેમજ પી એમ એમ વી વાય યોજના અંતર્ગત તમામ સગર્ભા માતા,ધાત્રી માતા ને આવરી લેવામાં આવે છે અને તેઓનું એનરોલમેન્ટ કરવામાં આવે છે તેમજ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા તપાસણી કેમ્પનું આયોજન પણ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા દ્વારા કરવામાં આવે છે તેમજ ગૌરવી દિવસની ઉજવણીના ભાગરૂપે ૧૦ થી ૧૯ વર્ષના કિશોર અને કિશોરીઓને પણ એડોલેસંટ હેલ્થ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.




