સાબરકાંઠા ધ્વારા સંચાલિત જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા આગામી ઓગષ્ટ માસના ત્રીજા અઠવાડિયામાં યોજાનાર છે.

*”બાળ પ્રતિભા શોધ સ્પર્ધા” બાબત*
****
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ધ્વારા પ્રેરીત તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ધ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, સાબરકાંઠા ધ્વારા સંચાલિત જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા આગામી ઓગષ્ટ માસના ત્રીજા અઠવાડિયામાં યોજાનાર છે. જેમાં ૭ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે. જેમાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૩ વિભાગમાં યોજવામાં આવશે. એક વ્યક્તિ વધુમાં વધુ બે સ્પર્ધાઓમાં ભાગ લઇ શક્શે. જેમાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકો/સંસ્થા પોતાના પ્રવેશપત્રો જેમાં નામ, જન્મ તારીખ, જી.આર. નંબર, સરનામું અને મોબાઇલ નંબર તેમજ જન્મ તારીખના આધાર પુરાવા સહિત તા.૦૫/૦૮/૨૦૨૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,સર્વોદય સર્જીકલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ, હિંમતનગર જિ.સાબરકાંઠા ખાતે મોકલી આપવાની રહેશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી (I/C) સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.


