રાજપીપળામાં રામનવમી તેહવાર અનુસંધાને ખાતે શાંતિ સમિતિની બેઠક મળી, જિલ્લા પોલીસ વડાએ રૂટ નિરીક્ષણ કર્યું
જિલ્લા પોલીસ અધિક્ષકની આગેવાનીમાં મળેલી બેઠકમાં રાજપીપળાના હિન્દુ મુસ્લિમ સમુદાયના રહીશો હાજર રહ્યા
રાજપીપળા : જુનેદ ખત્રી
આગામી 6 એપ્રિલ ના રોજ રામ નવમી તહેવાર અનુસંધાને રાજપીપળામાં શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જે અનુસંધાને નર્મદા જિલ્લા પોલીસ સતર્ક બની છે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે દિશામાં પોલીસ પ્રયાસ કરી રહી છે જે સંદર્ભે રાજપીપળા ટાઉન પોલીસ મથકે નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત શાંતિ સમિતિના સભ્યોને નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુબે જરૂરી સૂચનો પૂરા પાડ્યા હતા. તેમજ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષોલ્લાશથી તહેવારની ઉજવણી થાય તે દિશામાં પ્રયાસ કરવા માટે અપીલ કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.
શાંતિ સમિતિની બેઠક બાદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ શોભાયાત્રા ના રૂટનું નિરીક્ષણ કર્યું હતું જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં ઝીણવટ પૂર્વક માહિતી મેળવી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા તેમજ શોભાયાત્રા રૂટ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા બેરીકેટીંગ કરવા તેમજ ધાબા પોઇન્ટ ગોઠવવા ઉપરાંત ડ્રોન દ્વારા સર્વેન્સ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.