
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં વાંજીટેમ્બરૂન ગામ તરફથી ભાતનાં પુળીયાનો જથ્થો ભરી પીપલાઈદેવી તરફ જઈ રહેલ પિકઅપ ગાડી.ન.જી.જે.30.ટી.0877 જે ટાંકલીપાડા ગામમાંથી પસાર થઈ રહી હતી.તે અરસામાં વીજટ્રાન્સફોર્મરની જીવંત તાર ભાતનાં પુળીયાને અડી જતા ઘટના સ્થળે આગ ભભૂકી ઉઠતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.અહી પિકઅપ ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા પિકઅપ ગાડી ચાલકે વાહનને મુખ્ય રોડની નીચે ઉતારી લીધો હતો.અને રસ્તાની બાજુમાં રહેતા ખેડૂતની મદદથી ખેતરમાંથી પાણીનો પાઇપ લાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.આ આગમાં ભાતનાં પુળીયા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા હતા.સાથે પિકઅપ ગાડીને પણ મોટું નુકશાન થયુ હતુ.આ બનાવમાં પિકઅપ ગાડી ચાલક મુકેશ ચૌધરી જેઓ 40 ટકા દાઝી જતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલીક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.




