
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ભિલોડા : યુવકની હત્યાને લઇ પરિવારમાં રોષ, ન્યાય માટે જિલ્લા પોલીસ વડા તેમજ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું

ભિલોડા ખાતે થયેલ હત્યાં ને લઇ પરિવાર સહીત સમાજન અગ્રણીઓ દ્વારા કલેક્ટર કચેરી તેમજ પોલીસી વડા ને આવેદન પત્ર આપી ન્યાયની માંગણી કરી જેમાં આરોપી નિસર્ગ હિતેશભાઈ પટેલ ૨હે. ટાકાટુકા, તા. ભિલોડા.જી. અરવલ્લીનાઓએ દર્શનભાઈને બોલાવી કોઈપણ કારણોસર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરી શરીરે ડાબા કાનની નીચે ગળાના ભાગે તથા ડાબા હાથે કોણી પાસે તથા અલગ અલગ જગ્યાએ ફરતા પુર્વક ઇજાઓ પહોંચાડી મોત નિપજાવેલ છે. દર્શનભાઈનુ નિસર્ગ હિતેશભાઇએ સફરતાપુર્વક હત્યા કરેલ છે અને તે બાબતની ભિલોડા પોલીસ સ્ટેશને ગુન્હા રજી. નં. ૧૧૧૮૮૦૦૩૨૫૦૫૦૦/૨૦૨૫ થી તા. ૦૮/૦૭/૨૦૨૫ ના રોજ ફરીયાદ પણ આપેલ છે.દર્શનભાઇની જે હત્યા થયેલ છે તે બાબતે પરિવારનું એવું કહેવુ છે કે, આ નિસર્ગ હિતેશભાઈ પટેલ એકલાએ દિકરા ઉપર હુમલો કરેલ હોય તેવુ જણાતુ નથી પરંતુ તેની સાથે અન્ય ૩ થી ૪ ઇસમોએ એકબીજા સાથે મેળાપીપણ કરી પુર્વ આયોજીત કાવતરૂ રચી દિકરાને છેતરીને બોલાવી બધા ઇસમોએ ભેગામળી દિકરાની કુરતાપુર્વક હત્યા કરી કરૂણ અંજામ આપેલ હોય તેવું જણાય છે. દિકરાને મારવા પાછળ માટૅ નિસર્ગ હિતેશભાઈ પટેલ એકલો હોય તેવુ માનવુ શક્ય નથી કારણ કે, દિકરાની જે રીતે હત્યા કરેલ છે તે એક વ્યક્તિ ધ્વારા થયેલ હોય તેવુ જણાતુ નથી આમ દિકરાને મારવા પાછળ અન્ય ઇસમોનો પણ હાથ હોય તેવી પરિવારો ને પુરેપુરી દહેશત છે જેથી જો આ કામે યોગ્યરીતે તપાસ થાય તો સાચી હકીકત બહાર આવી શકે તેમ છે અને જે લોકોએ એકબીજાના સાથે દિકરા ઉપર હુમલો કરી તેનુ મોત નિપાજવેલ છે તે લોકો બહાર આવી શકે તેમ છે ગુંડાગીરી કરતા લોકોને પકડી તેઓને યોગ્ય સજા કરવામાં આવે તોજ ન્યાય મળે તેમ છે તેમજ આવા ગુંડાગર્દી કરતા માણસો વિરૂધ્ધ જો યોગ્ય રીતે તપાસ કરી સજા કરવામાંઆવે તો એક સમાજમાં પણ દાખલો બેસે અને અન્ય ઇસમોને જેવી દુખભરી હાલાકી ભોગવવી ન પડે તે સારૂ યોગ્ય કરવા નમ્ર અરજ છે.સાથે 200 જેટલા લોકો એં અરવલ્લી જિલ્લા પોલીસી વડા તેમજ જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું




