
તા.૦૬.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકામાં વીજળી સબ સ્ટેશન ત્રણ વર્ષથી તૈયાર છતાં જનતા ૩૦ કિમી દૂર ઝાલોદ વીજ બિલ ભરવા જવા મજબૂર :- કોંગ્રેસ
તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર મારફતે MGVCL ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી તેજસ પરમારને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું યુવા નેતા જયેશ સંગાડા એ જણાવ્યું કે સંજેલી તાલુકામાં લગભગ ૫૬ ગામડાઓ છે એક લાખની વસતી ધરાવે છે લગભગ હાલ ૧૭,૦૦૦ જેટલા વીજ ગ્રાહકો છે.લગભગ ૭ જેટલા વીજ ફીડરો કાર્યરત છે.સંજેલી તાલુકો બન્યો ઘણો સમય વીત્યો છતાં અહિયાં સબ સ્ટેશન ન હોવાથી જનતાને પારાવાર મુશ્કેલીઓ પડે છે .લાઇટબીલ ભરવા,નવા વીજ કનેક્શન તથા અન્ય કામો માટે ૩૦કિમી દૂર ઝાલોદ તાલુકામાં જવું પડે છે.આદિવાસી ક્ષેત્ર છે .શિક્ષણનું પ્રમાણ ઓછું છે જેથી ઓનલાઇન બિલ પેમેન્ટ, ઓનલાઇન અરજીઓ કરી શકતા નથી.સાંભળવા મળ્યું છે કે સબ સ્ટેશન સીંગવડ બનાવવાની હિલચાલ ન પગલે તૈયાર સબ સ્ટેશન પડતર પડ્યું. તૈયાર સબ સ્ટેશન ત્વરિત વહીવટી ઓફિસ ચાલુ થવી જોઈએ કોઈ પણ પ્રકારે રાજકારણ ના ભોગ ન બનવું જોઇએ.સંજેલી યુવા પ્રમુખ રાહુલ માવી, સુખદેવ વસૈયા, રમશુભાઈ હઠીલા ચંદુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા





