BANASKANTHAGUJARATPALANPUR
યાત્રાધામ અંબાજી મંદિરના સતત કામગિરી માં જોતરાયેલા રહેતાં કર્મચારીઓ નુ સન્માન કરાયું
26 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
દર વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રાધામ અંબાજી મંદિર સાથે સંકળાયેલા પ્રત્યેક અને પરોક્ષ રીતે કુલ 900 વ્યક્તિઓ કે અંબાજી મંદિરના મુખ્ય પુજારી થી લઈને મંદિરના સફાઈ કર્મચારી સુધી ને તેજસભાઈ ધોળકિયા દ્વારા દિવાળી અને નવા વર્ષ નિમિતે સ્ટીલની પાણીની બોટલ અને ટોલી બેગ નું વિતરણ કરવામાં આવ્યુ
મિસ્ટર એન્ડ મિસિસ તેજસ ધોળકિયા નું માનવાનું છે કે માતાજીના ભંડારામાં લાખો નું દાન દર્શને આવત યાત્રિકો કરતા હોય છે પણ જે લોકો માતાજીની સેવા માં 24 કલાક ખડે પગે તહેવારોમાં પણ ફરજ બજાવે છે રજા લીધા વગર તેમનું સન્માન જરૂરી છે અને આ વિચાર ને પરિપૂર્ણ કરવા તે દર વર્ષે એટલે કે છેલ્લા સાત વર્ષથી આ ભગીરથ કાર્ય કરે છે અને દરેક કર્મચારીને પર્સનલ મળી તેમનો ઉત્સાહ વધારે છે