GUJARATKHERGAMNAVSARI

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સમાજના મહાનુભાવોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

હાલમાં જ થોડા દિવસ પહેલા પ્રકૃતિમા વિલીન થયેલા નિવૃત આઈપીએસ અને એડિશનલ ડીઆઈજી વી.એમ.પારગી,આદિવાસી સમાજના પ્રથમ તબિબ ગંભીરભાઈ પટેલ અને નવસારી જિલ્લામાં સમસ્ત આદિવાસી સમાજના અગ્રણી કમલેશભાઈ પટેલના ભાઈ મનીષભાઈ પટેલના નિધન થતાં સમગ્ર આદિવાસી સમાજમાં ઊંડા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.જેને લઈને સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો દ્વારા એક શોકસભા યોજી તમામ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ ડો.ગંભીરભાઈ પટેલ અને વી.એમ.પારગીના સત્કર્મો અને સમાજના ઉદ્ધારના કાર્યોની સૂચિઓ ગણાવી હતી.અને ડો.નિરવ ભુલાભાઇ પટેલે વી.એમ.પારગી તેમજ ડો.ગંભીરભાઈ જેવા મહાન કાર્યો કરવાની અને એમના જીવનચરિત્રની પ્રેરણા લેવા સમાજના તમામ બાંધવોને અપીલ કરી હતી.આ પ્રસંગે ધનસુખભાઇ,ઝવેરભાઈ,અશ્વિન કેદારીયા,દિલીપભાઈ,ડો.નીતિનભાઈ,મુકેશભાઈ,ચંદ્રકાન્તભાઈ,હેમંતભાઈ,મુકેશભાઈ,દિનેશભાઇ,હિતેશભાઈ, ધર્મેન્દ્રભાઈ,ડો.દિવ્યાંગી,ચંપાબેન,ઉર્વશીબેન,ભગવતીબેન,આયુષીબેન,શાન્તાબેન સહિતના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!