BANASKANTHAGUJARAT

કાંકરેજના થરામાં લારી મૂકવા બાબતે દેવીપૂજક સમાજનો પરિવાર બાખડયો…બે ગંભીર રીતે ઘાયલ…

કાંકરેજના થરામાં લારી મૂકવા બાબતે દેવીપૂજક સમાજનો પરિવાર બાખડયો…બે ગંભીર રીતે ઘાયલ…

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં રવિવારના રોજ બપોરે દેવીપૂજક (પટણી) સમાજના કૌટુંબિક પરિવાર ના લોકો હાથ લારી મુકવાની જગ્યા મામલે માથાકૂટ થતા લોહિયાળ ઝઘડો થવા પામ્યો હતો તેમા ૨૦ થી વધુ લોકોના ટોળા આમને સામને આવી ગયા હતા.ધોકા, લાકડી અને પથ્થર થી એક બીજા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.થરાના દિયોદર ગરનાળા પાસે ફ્રૂટ ની લારી મૂકવા મામલે એક સમાજના બે જૂથો આમને સામને આવી જતા તેમાં ૧૦ જેટલા લોકો ઘાયલ થયા હતા તેમાં બે ઈસમોને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે પાટણ ખાતે મોકલવામાં આવ્યા હતા.ધોળા દિવસે જાહેરમાં ધોકા લાકડીઓ અને પથ્થરો ઊડતા અફડા તફડી નો માહોલ જોવા મળ્યો હતો અને ઝઘડા નો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો આ બાબતની થરા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પોલીસ બંદોબસ્ત ગોઠવી મામલો વધુ વણસતા અટકાવ્યો હતો.આ અંગે થરાના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ નાઈએ જણાવ્યું હતું કે હજી સુધી ફરિયાદ લેવાઈ નથી ફરિયાદી પાટણ ખાતે સારવાર લઈ રહ્યા હોય ત્યાંથી તેમના જવાબો લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે. દિયોદર ગરનાળા પાસે લારી મૂકવાની જગ્યા માટે માથાકૂટ થતા ઝઘડો થયો હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળી રહ્યું છે.
-: ઘાયલો:-
પટણી સંજયભાઈ બાજુભાઈ, પટણી ગોવિંદભાઈ બાજુભાઈ, પટણી વિપુલભાઈ બાજુભાઈ, પટણી રાકેશભાઈ,પટણી બાજુભાઈ કેશાભાઈ
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!