સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરનું શુદ્ધિકરણ કરાયું, સંપૂર્ણ મંદિર પાણીથી ધોઈને પૂજા કરાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૧૧.૨૦૨૪
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર આવેલા શક્તિપીઠ મહાકાળી મંદિરને શુક્રવારે સાંજે દર્શનર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું.થોડા દિવસ પહેલા મંદિર ના ગર્ભગૃહ માં ચોર પ્રવેશ્યો હતો અને માતાજી ના શૃંગાર ના આભૂષણો ની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.જે અંગે ફરિયાદ બાદ પંચમહાલ જિલ્લા પોલીસે ચોર ને ઝડપી પાડી ગઈ કાલે ચોર ને મંદિર માં લઇ જઇ રિકન્ટ્રક્શન ની કામગીરી પૂર્ણ કરતા શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર અને ગર્ભગૃહ ને શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધ કરવાની કામગીરી કરવામાં આવી હતી.શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગત 27મી ઓક્ટોબર 24 ની મોડી રાત્રે ઘરફોડિયા દ્વારા કડી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં મંદિરમાં ઘૂસીને મહાકાળી માતાજીના આભૂષણોની કરવામાં આવેલી ચોરીની ઘટનામાં શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દ્વારા પાવાગઢ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે ઊંડી તપાસ ના અંતે લાભ પાંચમ ના દિવસે મંદિરમાંથી ચોરી થયેલા 78 લાખ જેટલી રકમના સોનાના 6 હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ સાથે એક ની ધરપકડ કરી હતી.જે બાદ આરોપી ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપી ને મંદિર માં લઈ જઈ રિકન્ટ્રક્શન ની કામગીરી કરી દેવામાં આવતા આજે શુક્રવારે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર ને શુદ્ધ કરવાની કામગીરી કરવામાં આવી હતી.સાંજે 4 વાગ્યે મંદિર દર્શનર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું અને મંદિર પરિસર અને મંદિર ને પાણી છાંટી ધોવામાં આવ્યા હતા.તો મંદિર ના ગર્ભગૃહ ને પણ ગંગાજળ થી ધોવામાં આવ્યા હતા, શાસ્ત્રોક્ત વિધિ થી મંત્રોચ્ચાર સાથે શરૂ કરવામાં આવેલી પૂજા મોડી સાંજ સુધી ચાલી હતી. મહાકાળી માતાજી મંદિર ની સાથે ગર્ભગૃહ માં રાખવામાં આવેલી તમામ ચીજ વસ્તુઓ ને ગંગાજળ વાળા પાણી થી શુદ્ધ કરવામાં આવી હતી.











