સંતરામપુર સહિત સમગ્ર મહીસાગર જિલ્લામાં ડાંગરની ખરીદી એકાએક બંધ કરી દેવાતા ખેડૂતો આક્રોશના મૂડમાં…

સંતરામપુર સહિત સમગ્ર મહીસાગર જિલ્લામાં ડાંગરની ખરીદી એકાએક બંધ કરી દેવાતા ખેડૂતો આક્રોશના મૂડમાં…
રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર
ખરીફ માર્કેટિંગ સીઝન 2025 26 અંતર્ગત ડાંગર ખરીદી ચાલતી હતી જે એકાએક બંધ કરાતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળે છે ઉપરથી સૂચના ન આવે ત્યાં સુધી સંતરામપુર સહિત મહીસાગર જિલ્લામા ડાંગર ની ખરીદી બંધ કરેલ હોવાનું જાણવા મળેલ છે સરકાર દ્વારા 35,000 મેટ્રિક ટન ડાંગર નો લક્ષ્યાંક હતો પરંતુ વધુ ખરીદી થવાની શક્યતા ના કારણ ને આગળ ધરીને રાજ્ય સરકારે ખેડૂતોની ડાંગર ખરીદવાનું બંધ કરેલ જોવા મળે છે ભારત સરકાર દ્વારા વધુ લક્ષ્યાંક ફળવાશે તોજ ડાંગરની ખરીદી ઉપરથી સૂચના આવશે તો જ મહીસાગર જિલ્લામા ખરીદી કરાશે અગાઉ પૂરતા ડોક્યુમેન્ટ સાથે રજીસ્ટર થયેલા ખેડૂતોની ડાંગર ખરીદી કરવા માટે અને એસએમએસ કરવા માટે મહીસાગર જિલ્લા ડીએસઓએ રાજ્ય સરકારમાં 12 ડિસેમ્બરે મેસેજ કરેલ છતાં પણ તેના ઉપર કોઈપણ જાતની કાર્યવાહી ન થતા ખેડૂતોને મેસેજ ન કરી ડાંગરની ખરીદી નકરાતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ખેડૂતોને એનકેન પ્રકારે છેલ્લા બે માસથી ડાંગર ખરીદી ન કરવાના બહાના હેઠળ રજળ પટ્ટી કરાવી હતી તેમ છતાં ખેડૂતો ડાંગર ખરીદી થશે તેવા વિશ્વાસ રાખી રહ્યા હતા પરંતુ ડાંગર ન ખરીદવાનો નિર્ણય સરકારે કરતા ખેડૂતો ઉપર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો
સંતરામપુર તાલુકામાં 1246 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમાંથી 720 ખેડૂતોનીજ ડાંગરની ખરીદી થઈ શકેલ છે મહીસાગર જિલ્લામાં 3500 વધુ ખેડૂતોએ ડાંગર વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે એકાએક અટકી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હજી સંતરામપુર તાલુકામાં રજીસ્ટર થયેલા 35 ટકા ખેડૂતો ને ડાંગર કેન્દ્ર ઉપર આવવા માટે મેસેજ ના આવતા ખેડૂતોમાં ગણગણાટ જોવા મળ્યો હતો કે ખેડૂતોના હિતમાં કામ કરતી સરકાર એકાએક ડાંગરની ખરીદી બંધ ખેડૂતોના વિરુદ્ધમાં નિર્ણય કેમ કરેલ છે??? ખેડૂતો સંતરામપુર સહીત મહીસાગર જિલ્લાના 35 થી 40% જેટલા રજીસ્ટર થયેલા ખેડૂતોની ડાંગરની ખરીદી ન કરાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયેલ છે
1246 રજીસ્ટર થયેલા ખેડૂતો પૈકીમાંથી સંતરામપુર તાલુકાના 400 થી વધુ અને મહીસાગર જિલ્લામાં બારસોથી વધુ ખેડૂતોને એનકેન પ્રકારના બહાના હેઠળ મેસેજ કર્યા નથી જેમાં છેલ્લાબે માસથી ખેડૂતોને ગોળ ગોળ જવાબ આપી માત્ર આશ્વાસનો જ આપવામાં આવતા હતા ખેડૂતોની ડાંગરનો ટેકાનો ભાવ ન મળતા આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે
ખરીફ માર્કેટિંગ સિઝન 2025 26 અંતર્ગત ભારત સરકાર દ્વારા ૩૫ હજાર મેટ્રિક ટન ડાંગરની ખરીદીનું લક્ષાંક મંજૂર કરવામાં આવેલ પરંતુ ખરીદી વધુ થવાની શક્યતા રહેતા આગોતરું આયોજન કરી ભારત સરકારને ₹50,000 મેટ્રિક ટન ડાંગર ખરીદી લક્ષ્યાંકની મંજૂરી માટે દરખાસ્ત મુજબ જથ્થો ખરીદેલ છે હવે 35% થી વધુ રજીસ્ટર થયેલા ખેડૂતોને કાયદેસર ડોક્યુમેન્ટ સાથે રજીસ્ટર થયેલ હોવા છતાં પણ ખેડૂતો ડાંગર ની ખરીદી સરકાર ન કરતા રજડી પડ્યા છે.
આજે તારીખ 13 જાન્યુઆરી 26 ના રોજ ની પ્રાપ્ત માહિતી મુજબ બાકી રહેલ ખેડૂતોની ડાંગરની ખરીદી ભારત સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ એસ.એમ.એસ. કરીને ખરીદી અંગેનું આયોજન હાથ ધરવાનું રહેશે તેવી સૂચના મહીસાગર જિલ્લાના ખરીદ કેન્દ્રોને કરવામાં આવેલ હોવાનું માહિતી મળતા ખેડૂતો આક્રોશ સાથે આંદોલનના મૂળમાં જોવા મળે છે.
આગામી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમા ખેડૂત વિરોધી કામ કરતી સરકારને સબક શીખવાડવાનો અને સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની ખેડૂતોએ ચિમકારી ઉચ્ચારી હોવાનું જાણવા મળે છે.




