DAHODGUJARAT

દાહોદના સીટી ગ્રાઉન્ડ ખાતે દાહોદ મુસ્લિમ સમાજ દ્વારા ફાઇનલ મેચ રમાઈ.ક્રિકેટ ટિમ વિજેતા તથા ગ્રાઉન્ડ ખાતે બધાઈ આપવા લોકો ઉમટી પડયા

તા.૧૬.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના સીટી ગ્રાઉન્ડ ખાતે દાહોદ મુસ્લિમ સમાજ દ્વારા ફાઇનલ મેચ રમાઈ.ક્રિકેટ ટિમ વિજેતા તથા ગ્રાઉન્ડ ખાતે બધાઈ આપવા લોકો ઉમટી પડયા

દાહોદ મુસ્લિમ સમાજ દ્વારા દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ ખાતે નાઈટ ટુર્નામેન્ટનું આયોજન તા.3.2.20225 ના સોમવારના રોજથી સુરુ કરવામાં આવી હતી.જે પ્લાસ્ટીક ટુર્નામેન્ટમાં દાહોદની 10 ટિમ.રાજસ્થાનની 3 ટિમ.મધ્ય પ્રદેશના ઝાબુઆંની 5 ટિમ.તેમજ ગુજરાતની મળી 32 ટિમોએ ભાગ લીધો છે.જેમાં પ્રથમ વિજેતાને રૂ.44.000 રોકડ રૂપિયાનું ઇનામ.બીજા નંબરના વિજેતાને રૂ.22.000 અને મેન ઓફ ધ સિરીઝને સ્પોર્ટ્સ સાઇકલ આપવામાં આપવાનું આયોજક ઈસ્તીયાક અલી સૈયદ.અને વાસીફ પઠાણ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને સાથે સાથે સારુ પ્રદશન કરનાર ટિમ ને ટ્રોફી એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી જતી.જેમાં આજરોજ દાહોદ શહેરના ઠક્કર ફળીયાં વિસ્તારની 313 ક્રિકેટ ટિમ વીજેતા તથા ગ્રાઉન્ડ ખાતે ટિમને શુભેચ્છાઓ પાઠવવાં ઉમટી પડયાં હતા.અને આયોજકો દ્વારા કરાયલી જાહેરાત મુજબ વિજેતા ટિમને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા

Back to top button
error: Content is protected !!