મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં..
તોરણ હોટલ ની બાજુમા આવેલ નવિન આકાર લઈ રહેલ મ્યુઝિકલ મ્યુઝિયમ મા લાગી આગ
ખેરાલુ ફાયર ફાઇટર અને વિસનગર નુ ફાયર ફાઇટર પહોચ્યા ઘટના સ્થળે.
આગ લાગવાનુ કારણ વેલ્ડિંગ કરતા વખતે આગ લાગ્યાનુ અનુમાન
ફાયર ફાઇટર ને આગ પર કાબુ મેળવવા ના પ્રયાસો હાથ ધર્યા , ફાયર વિભાગ ઘટના સ્થળે આવી આગને કાબુ માં કરી હતી
વડનગર નગરપાલિકા ટિમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી પણ ?
તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમ મા લાગી આગ લાગતા લોકો ઘટના સ્થળે જોવા ઉમટયા હતા
વડનગર સંગીત મ્યુઝીયમ આકાર લઈ રહ્યું છે જેમાં અગમ્ય કારણ સર આગ લાગવાની ઘટના બની
વિસનગર અને ખેરાલુ ની ફાયર ટિમોએ આગ ઉપર કાબુ મેળવી પ્રસનીય કામગીરી કરી
સદનસીબે કોઈજાન હાની થઈ નથી,સંગીત મ્યુઝીયમમાં હાલ માં ફનીચર કામ અને અન્ય કામો ચાલુ હોય તેમાં મોટી દુર્ઘટના ટળી
વડનગર નગરપાલિકા ની ફાયર સિસ્ટમ ધૂળ ખાતી જોવા મળી ફાયરની સુવિધાઓ હોવા છતાં વિસનગર અને ખેરાલુ થી ફાયર ટીમોને બોલાવવી પડી,
જવાબદાર અધિકારી ઓની બેદરકારી જોવા મળી ફાયર સેફટી અનુસંધાને કોઈ સુવિધા જોવા ન મળી જો અન્ય કોઈ જગ્યાએ ફાયર સેફટી ની સુવિધા ન હોય તો શિક્ષતાનત્મક પગલાં ભરવામાં આવે છે તો શું ? જવાબદાર અધિકારીઓ પર ફાયર સેફટીના અભાવને લીધે કોઈ પગલાં ભરવામાં આવશે કે નહીં ? એ હવે જોવાનું રહ્યું અને વડનગર નગરપાલિકા ની ધૂળ ખાતી ફાયર સેફટી ની સાધન અને સામગ્રી ક્યારે ઉપયોગમાં આવશે તે પણ જોવાનું રહ્યું વડાપ્રધાન મોદી સાહેબના માદરે વતન માંજ નગરપાલિકા ની કથરેલી સ્થિતિ જોવા મળી જેને “અ “વર્ગમાં સામેલ કરવામાં આવી છે નવા ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને સદસ્યો પાલિકાની કથરેલી સ્થિતિને કઈ રીતે સુધરશે તે જોવાનું રહ્યું.