BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

તલાટી પર હુમલાનો મામલો: સારસા ગામના તલાટીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભરૂચ કલેક્ટરને આવેદન

સમીર પટેલ, ભરૂચ

ઝઘડિયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતના તલાટી લક્ષ્મણભાઈ પાડવી અને અંકિતાબેન ગામીત પર થયેલા હુમલાની ઘટનાને પગલે ભરૂચ જિલ્લાના તલાટી મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, તા. 15 મે, 2025ના રોજ બે શખ્સો – આકાશ વસાવા અને અજય વસાવા – તલાટી કચેરીમાં ઘૂસીને તલાટીઓને ગાળીઓ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંબંધમાં રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

તલાટી મંડળે આવું હૂંસક વર્તન ગંભીર ગણાવી, આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની તેમજ તેમની સામે પાસા (પતિત અપરાધી નિવારણ અધિનિયમ) લાગુ કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ મંડળે એવી પણ વાત રજુ કરી છે કે છેલ્લા બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં તલાટીઓ પર હુમલાની અનેક ઘટનાઓ બની છે, જેના કારણે તંત્રના કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. તેવી સ્થિતિમાં સરકાર દ્વારા આવા હુમલાઓ સામે કડક પગલા લેવાય અને કર્મચારીઓને સુરક્ષા આપવામાં આવે તેવી મજબૂત માગ કરી છે.

Back to top button
error: Content is protected !!