Rajkot: બાગાયતદાર ખેડૂતો માટે સરકારની યોજનાનો લાભ મેળવવાનો અવસર
તા.૧૯/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
તા.૧૫ જુન સુધીમાં આઈ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકાશે
Rajkot: બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ માટે આઈ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયું છે. બાગાયતની વિવિધ યોજનાનો લાભ લેવા રાજકોટ જિલ્લાનાં ખેડુતો માટે (http//ikhedut.gujarat.gov.in)
પોર્ટલ તા.૧૫ જૂન સુધી વિવિધ ઘટકો માટે ખુલ્લુ મુકાયું છે. જે બાગાયતદાર ખેડુતો બાગાયતી યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તેઓએ આઇ- ખેડુત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ અરજી કરી શકશે. અરજીમા જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે, જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહીં કરી જરૂરી સાધનીક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના થશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨/૩ જીલ્લા સેવા સદન-૩, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટ (ફોન નં:-૦૨૮૧-૨૪૪૫૫૧૭), રાજકોટ ખાતે રૂબરૂ અથવા ટેલીફોનીક સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક રાજકોટ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.