
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૩ ડિસેમ્બર : ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા કચ્છના ૬ તાલુકાઓમાં આંખોની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. ભચાઉ – ૨૫૮, માંડવી – ૩૧૩, રાપર – ૪૦૭, અંજાર – ૫૧૧, ભુજ – ૨૭૩, ગાંધીધામ – ૫૮૦ એમ કુલ ૨૩૪૨ નંગ ચશ્મા જરૂરિયાત મંદોને વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત રાજ્યનાં માજી ચેરમેન શ્રી ડૉ. ભાવેશભાઈ આચાર્યએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કચ્છ જિલ્લા શાખાના ચેરમેનશ્રી ધવલભાઈ આચાર્યએ તથા સેક્ટરી મીરા સાવલિયા જહેમત ઉઠાવી હતી. ભચાઉ તાલુકા ચેરમેનશ્રી રાજેન્દ્ર કુમાર ઠક્કર, માંડવી તાલુકા ચેરમેનશ્રી હરિશભાઈ ગણાત્રા, રાપર તાલુકા ચેરમેનશ્રી બળવંતભાઈ ઠક્કર, અંજાર તાલુકા ચેરમેનશ્રી વસંતભાઇ કોડરાણી, ગાંધીધામ તાલુકા ચેરમેનશ્રી મુકેશભાઈ આચાર્ય દ્વારા તાલુકાકક્ષાએ કેમ્પની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. લોકોને મદદ થવા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તરફથી ટ્રેઝરર સંજયભાઈ ઉપાધ્યાય અને વિમલભાઈ મહેતા દ્વારા તત્પરતા દર્શાવવામાં આવી હતી.






