ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લાની પ્રથમ ” જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ” યોજાઈ.

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લાની પ્રથમ ” જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ” યોજાઈ.

અરવલ્લી જિલ્લાના લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતિત અગ્રણી લોકોએ સાથે મળી વિવિધ મુદ્દાઓ પર કરી ચર્ચા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્ય સરકારની પહેલ અંતર્ગત અરવલ્લી આરોગ્ય શાખા દ્વારા જિલ્લાની પ્રથમ “જીલ્લા સ્વાસ્થ્ય પરિષદ” નું આયોજન કરવામાં આવ્યું. સ્થાનિક જાહેર આરોગ્ય સમસ્યા પર હિતધારકો સાથે પરિસંવાદ કરી તેના પાછળના કારણો સમજવા અને તેના નિવારણ માટે ભલામણો મેળવવા માટેની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજની આ સ્વાસ્થ્ય પરિષદમાં જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ ૨૦૨૫-૨૬ ના એક્શન પોઈન્ટ તથા પ્રોગ્રેસ અપડેટ, માતા અને બાળ મરણ અટકાવવા અંગે પરિસંવાદ, ટી.બી. મરણ અટકાવવા અંગે પરિસંવાદ, એનીમિયા અને કુપોષણ અંગે પરિસંવાદ, જાહેર આરોગ્ય સમસ્યાઓ પર પરિચર્ચા-ભલામણોનુ સંકલન જેવા વિવિધ વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવી.

આજના કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, આCWD ચેરમેન, RDD ,જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો અને પદાધિકારીઓ ,જિલ્લા આરોગ્ય અધિકારી જયેશભાઈ પરમાર,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, મહિલા અને બાળ વિભાગ અધિકારીશ્રી, બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા માહિતી અધિકારી સહિત જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારી, કર્મચારીઓ અને જિલ્લાના લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતિત અગ્રણી લોકો જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!