GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:જિલ્લા કક્ષાએ કલા મહાકુંભમાં હાલોલની શારદા વિદ્યા મંદિર સ્કૂલની વિધાર્થીની પ્રથમ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૨.૨૦૨૫
કલા મહાકુંભ 2024 -25 નું ગુજરાત ભરમાં આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત જિલ્લા કક્ષાનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમની કચેરી ગોધરા દ્વારા કરવામાં આવ્યું હતું.તેમાં હાલોલ તાલુકાનું પ્રતનિધિત્વ કરતા ગરબા સ્પર્ધામાં શારદા વિદ્યા મંદિર શાળાની વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાએ ગરબામાં તૃતીય ક્રમાંક અને નિબંધ સ્પર્ધામાં કુ. તિરગર વિધિકા સંજયભાઈ એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળા તથા હાલોલ તાલુકાનું નામ રોશન કર્યું છે.શાળા પરિવાર તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવે છે અને આ સાથે કુ.તિરગર વિધિકા સંજયભાઈ આગળ રાજ્ય કક્ષાએ પંચમહાલ જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે અને ત્યાં પણ શાળાનું તથા પંચમહાલ જિલ્લા નું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.






