કાંકરેજ તાલુકાના થરા કોલેજમાં પ્રથમ વર્ષ બી.એ/ બી.કોમ અને એમ.એ/એમ.કોમ ના વિધાર્થીઓ નો પ્રવેશોત્સ્વ યોજાયો .
કાંકરેજ તાલુકાના થરા કોલેજમાં પ્રથમ વર્ષ બી.એ/ બી.કોમ અને એમ.એ/એમ.કોમ ના વિધાર્થીઓ નો પ્રવેશોત્સ્વ યોજાયો .

કાંકરેજ તાલુકાના થરા કોલેજમાં પ્રથમ વર્ષ બી.એ/ બી.કોમ અને એમ.એ/એમ.કોમ ના વિધાર્થીઓ નો પ્રવેશોત્સ્વ યોજાયો .
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તા. ૧૮/૦૭/૨૦૨૫ ને શુક્રવારના રોજ કોલેજમાં પ્રવેશ મેળવનાર પ્રથમ વર્ષ બી.એ/ બી.કોમ અને એમ.એ/એમ.કોમ ના વિધાર્થીઓનો પ્રવેશોત્સ્વ, કોલેજના પ્રિ.ડૉ.દિનેશકુમાર એસ.ચારણની હેમ.ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણના આર્ટસ ફેકલ્ટીના ડીન તરીકે પાંચ વર્ષ માટે કુલપતિ દ્વારા નિમણુંક થતા કેળવણી મંડળદ્વારા સન્માન સમારોહ બ.કાં.જિલ્લા રોજગાર અધિકારી એમ.જે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કેળવણી મંડળ ના પ્રમુખ ધીરજકુમાર કે.શાહ,થરા સ્ટેટમાજી રાજવી એવમ કેળવણી મંડળના સદસ્ય ચંદ્રસિંહજી વાઘેલા,ભુપેન્દ્રભાઈ શાહ,હસમુખભાઈ ઝવેરી,પૂર્વ પ્રિ.ડૉ.હેમરાજભાઈ આર.પટેલ, સુરાણી સમકિત સારાલાલ ની ઉપસ્થિતિમા યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદના થી કરી પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું કંકુ તિલક કરી પ્રિ. ડૉ.દિનેશકુમાર એસ.ચારણે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.ભારતીય સંસ્કૃતિની ધરોહર માતૃ અને પિતૃ ભક્તિ સાકાર કરવા વિધાર્થીઓ ને વિદ્યાપ્રાપ્તિની સાથે સંસ્કારો અને જીવન મુલ્યોનું મહત્વ સમજાવી કારકિર્દી ઘડવા માટે તેમજ તેમના સર્વાંગી વિકાસ સાધવા માટે પ્રેરિત કરેલ.અધ્યક્ષ એમ.બી.પ્રજાપતિએ પ્રસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે વિધાર્થીઓને રસ રૂચી અનુસાર વ્યવ્સાયલક્ષી પ્રવાહમાં પોતાનું જીવનઘડતર કરે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા તથા ઝળહતી કારકિર્દી ના નિર્માણમાં ગ્રંથાલય નો મહત્તમ સદઉપયોગ કરવાની પ્રેરણા પૂરી પાડેલ.આ પ્રસંગે પ્રાધ્યાપકગણ,કોલેજનો સમગ્ર કર્મચારીગણ ઉપસ્થિત રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરેલ. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના પ્રા.ડૉ.મયંકભાઈ એમ. જોષી આભાર વિધી ડૉ.રામ સોલંકી એ કરેલ.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530




