
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકા ના આછવણીગામે બઁધાડ ફળીયા મા 21મી જાન્યુઆરી થી શરૂ થનારી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની રામ કથા નું આજે ધ્વજાં રોહણ કરવામાં આવ્યુ હતું, મુખ્ય યજમાન વિનુભાઈ પટેલ ના હસ્તે પૂજનવિધિ આચાર્ય અનિલભાઈ જોશી એ કરાવી હતી આશીર્વાદ આપતાં કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે અખન્ડેસ્વર મહાદેવ મઁદિર ના લાભાર્થે યોજાયેલી આ કથામાં સમગ્ર ખેરગામ તાલુકા ના કથાપ્રેમી ઓ ભાગ લેશે દરરોજ સાંજે 6થી9 કથા બાદ મહાપ્રસાદ આપવામાં આવશે, આ પ્રસંગે જ્યંતિભાઈ ભગતજી, નટુભાઈ પટેલ, મનુભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, ઉમેશભાઈ પટેલ સહિત મોટી સઁખ્યા મા ભાઈ બેહનો ઉપસ્થિત રહ્યા હતા આછવણી બઁધાડ ફ, ની રામ કથા સમગ્ર વિસ્તાર મા રંગ જમાવશે એવો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે સ્વાયં સેવકો અને યુવાનો કથા ની તડીમાર તૈયારી કરી રહ્યા છે કથામાં સાંસદશ્રી, ધારાસભ્યશ્રી ઓ સહિત રાજકીય અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રેહનાર છે આછવણી ગામ અયોધ્યા ધામ બની જનાર છે




