
નરેશપરમાર.કરજણ –
15 ઓગસ્ટ નિમિત્તે લીલોડ શાળા ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો
કરજણ તાલુકાના લીલોડ ગામે પીએમશ્રી લિલોડ પ્રાથમિક શાળા,સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ૧૫મી ઓગસ્ટ ની આન-બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી
ભારત દેશના સ્વતંત્રતાના 79 માં વર્ષના મંગળ પ્રવેશ ની ઉજવણી પીએમશ્રી લિલોડ પ્રાથમિક શાળા,સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા, લીલોડનો સહિયારો ધ્વજવંદન કાર્યક્રમ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા, લીલોડના પ્રાંગણમાં કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે કરજણ,શિનોર,પોરના લોકલાડીલા ધારાસભ્યશ્રી માનનીય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજ વંદન વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચશ્રી,ઉપસરપંચશ્રી તથા ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ધ્વજ વંદન કાર્યક્રમ બાદ ગામના અગ્રણીશ્રી ઇશ્વરભાઇ પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પીએમશ્રી લીલોડ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા તાલુકા કક્ષાના શાળાકીય રમત સ્પર્ધામાં એથ્લેટિક્સ વિભાગમાં અલગ અલગ રમતોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવેલ હતો. આ તબક્કે આ રમતવીર બાળાઓને માનનીય ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. ત્રણે શાળાના સંયુક્ત પરિવાર દ્રારા સુંદર રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.




