
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
વરથુ અને મોતીપુરા વચ્ચે નવીન બનતા નાના પુલ પાસેના ડાઈવર્ઝન પરથી પસાર થતું ડમ્પર ફસાતા ક્રેનની મદદથી બહાર કઢાયું.
મોડાસા તાલુકાના વરથુ અને મોતીપુરા વચ્ચે હાલ અરવલ્લી જિલ્લા પંચાયત વિભાગના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાના પુલ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે.પરંતુ કાચા ડાઈવર્ઝન રોડ ના કારણે રોજિંદા પસાર થતા વાહન ફસાઈ જતા હોવાની ફરિયાદો ઉઠતી આવી છે.શનિવારના રોજ ડમ્પર ફસાતા અન્ય વાહનો ચાલકોને પણ હાલાકી વેઠવી પડી હતી.ફસાયેલા ડંમ્પરને ક્રેનની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી.પુલ બનાવતા સંચાલકે ફસાયેલા વાહન ચાલક સામે ઉદ્ધતાઇભર્યું વર્તન કરતા રોષ વ્યાપ્યો હતો.આ પુલની કામગિરીમાં ગુણવત્તા ને પણ સવાલો ઉઠ્યા હતા,સંબધિત અધિકારી પુલની કામગીરીનું નિરીક્ષણ કરે તેવી પણ લોકમાંગ ઉઠી છે.






