
તા.૦૯.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા પાટિયાઝોલ ના પુલ નજીક આવેલ વળાંકમાં ફોરવીલર ગાડી પલટી મારી.
ગરબાડા દાહોદ એ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતો બનવાની ઘટનાનો ચીલ ચીલો યથાવત રહેવા પામ્યો છે જેમાં ગરબાડાના પાટીયાઝોલ પૂલ પાસે અવારનવાર અકસ્માતો સજાવવાની ઘટનાઓ બનતી હોય છે. જેમાં સૌથી અસરકારક વળાંકના કારણે તેમજ વળાંકમાં નદીનો બ્રિજ હોવાના કારણે અહીંયા અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં ગત રાત્રિના સમયે વધુ એક અકસ્માતની ઘટના બની હતી જેમાં મધ્યપ્રદેશથી ગરબાડા તરફ આવી રહેલ ફોરવીલ ગાડી નદીના પુલ પાસે વળાંકમાં ડ્રાઇવર એ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત ગાડી રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી સદનસીબે ગાડીમાં સવાર બે લોકોનો આભાર બચાવ થયો હતો. આ ગાડીને ઉભી કરવા માટે જેસીબી ની મદદ લેવામાં આવી હતી. અકસ્માતમાં ફોરવીલર ગાડીને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જોવા મળ્યું હતું.





