GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગુંદાળા ફાટક ઓવરબ્રિજ નિર્માણ માટે ગુંદાળા રોડ પર વાહનોની અવરજવર પ્રતિબંધિત કરાઈ : વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરાયા

તા.૮/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકારના ફાટકમુક્ત અભિયાન અંતર્ગત ગુંદાળા રોડ પર આવેલ ફાટક પર ઓવરબ્રિજની કામગીરી જી.યુ.ડી.સી. દ્વારા શરૂ કરવામાં આવેલ છે. આ કામગીરી માટે ટ્રાફિક ડાયવર્ટ કરવાની જરૂરિયાત હોવાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ગાંધી શ્રી સી.એ.ગાંધીએ એલ.સી.નં.૩૮ પર ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગોંડલ શહેરના ગુંદાળા રોડ ઉપર તમામ પ્રકારના વાહનોની અવરજવર બંધ કરવા તેમજ વૈકલ્પિક રસ્તા તરીકે જેતપુર રોડ સાંઢીયા પુલ પરથી તથા ઉમવાડા રોડ અંડરબ્રિજનો ઉપયોગ કરવા ફરમાન જાહેર કરેલ છે. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર બનશે.

Back to top button
error: Content is protected !!