ખાસ ઝુંબેશમાં મતદાર યાદીમાં નામ નોંધણી,નામ કમી અને મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવી શકાશે
*મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ-૨૦૨૪*
*****
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુલાકાત લેતા રાજ્ય ચૂંટણી વિભાગના નાયબ સચીવ હેમાંગ રાણા*
સમગ્ર ભરૂચ જિલ્લામાં રવિવારના રોજ ફોર્મ નં. ૬, ૬ખ, ૭ તથા ૮ ના મળી કુલ ૬૩૫૫ મળ્યા : નવા મતદારો માટે ૧૮-૧૯ વર્ષ વયજુથના કુલ ૧૮૭૧ ફોર્મ મળ્યા
ભરૂચ જિલ્લામાં આગામી તા.૨૩/૧૧/૨૦૨૪ (શનિવાર) તથા તા.૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર) ખાસ ઝુંબેશના દિવસો
*જિલ્લાના ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા નાગરિકો નામ નોંધણી કરાવી શકશે*
****
ભરૂચ – સોમવાર- ભારતના ચૂંટણીપંચ ધ્વારા જાહેર કરેલ મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્ર્મ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૨૮/૧૧/૨૦૨૪ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્ર્મ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સુધારણા કાર્યક્ર્મમાં લાયકાત ધરાવનાર કોઇ નાગરિકનું મતદરયાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્ર્મમાં ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા હોય તેવા નાગરિકોના નામ નોંધણી કે ઉમેરવાના બાકી હોય તેઓના માટે આ ઝુંબેશ મહત્વની રહેશે.
મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૨૫ અંતર્ગત ખાસ ઝુંબેશ તા. ૧૭ નવેમ્બર રવિવારના રોજ ભરૂચ જિલ્લામાં નવા મતદારો માટે ફોર્મ નં. ૬ ના ૨૮૪૫ ફોર્મ (જે પૈકી ૧૮-૧૯ વર્ષ વયજુથના – ૧૮૭૧ તથા ૨૦-૨૯ વર્ષ વયજુથના ૮૯૨) તથા આધાર નોંધણી માટે ફોર્મ ૬ખ ના કુલ -૧૧૧ ફોર્મ તથા નામ કમી માટે ફોર્મ નં.૭ ના કુલ ૧૧૯૮ ફોર્મ તથા સુધારા માટે ફોર્મ નં. ૮ ના કુલ ૨૨૦૧ ફોર્મ મળ્યા હતા. આમ, ફોર્મ નં. ૬, ૬ખ, ૭ તથા ૮ ના મળી કુલ ૬૩૫૫ ફોર્મ્સ સમગ્ર ભરૂચ જિલ્લામાંથી મળ્યા હતા.
અંકલેશ્વરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નિમિતે રાજ્ય ચૂંટણી વિભાગના નાયબ સચીવ હેમાંગ રાણાએ મતદાન મથકે ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુલાકાત લઇ બુથ લેવલ ઑફિસરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમ્યાન ભરૂચ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ડો.સુપ્રિયા ગાંગુલી ,અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.
આગામી તા.૨૩/૧૧/૨૦૨૪ (શનિવાર) તથા તા.૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર) ખાસ ઝુંબેશના દિવસના રોજ જિલ્લાના તમામ મતદાન મથકોએ તા.૦૧/૦૧/૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્ર્મ યોજાનાર છે. આ કાર્યક્રમમાં તા.૦૧/૦૧/૨૦૨૫નાં રોજ કે તે પહેલા જેમનાં ૧૮ વર્ષ પૂરા થયા છે એટલે કે જેનો જન્મ તા.૧/૧/૨૦૦૭ કે તે પહેલાં થયો હોય તેઓ પોતાનું નામ મતદારયાદીમાં નોંધવા ફોર્મ નં. ૬,નામ કમી માટે ફોર્મ નં.૭,ફોટો/વિગતો સુધારવા માટે,સ્થળ ફેરફાર માટે ફોર્મ ન૮, આધારકાર્ડ લીંક માટે ફોર્મ ૬(ખ) ફોર્મ્સ ઓનલાઇન/ઓફલાઇન,voter Helpline APP, Voter.eci.gov.inમાં દાખલ કરી શકાશે.
આ કાર્યક્ર્મ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસોએ ૧૦.૦૦ થી ૫.૦૦ કલાક સુધી જિલ્લાનાં તમામ વિધાનસભા મત વિભાગમાં પ્રત્યેક મતદાન મથકો ખાતે બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જયાં મતદારયાદીની વિગતો ચકાસી શકશે તેમજ મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકશે.