
વિજાપુર સાથિયા પાર્ટી પ્લોટમાં યોજાયેલ લગ્ન પ્રસંગ મા મામેરા ની આવેલ ભેટ સોગાદ રૂપિયા ચાર લાખ તેતાલીસ હજારની ચોરી
ખુલ્લી જગ્યાએ ખુરશી પર પર્સ મૂકીને જમવા નુ જોવા જતા પર્સ ચોરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર લાડોલ રોડ ઉપર આવેલ સાથિયા પાર્ટી પ્લોટ ખાતે ગત ગુરુવારે રાત્રીના અશ્વિન ભાઈ પટેલ ની દીકરી રાહી બેન ના લગ્ન પ્રસંગ જમણવાર નો કાર્યક્રમ રાખવા મા આવ્યો હતો.લગ્ન પ્રસંગ મા આવેલ રકમ તેમજ સોના ચાંદીના દાગીના બે પર્સ મા મૂક્યા હતા. જે બંને પર્સ અશ્વિન ભાઈ ની બેન નીતા બેન પાસે સાચવવા આપ્યા હતા.જમવા સમય થતા નીતાબેને તે બંને પર્સ અશ્વિન ભાઈ ના ભાણિયા જૈમિન ભાઈ ને સાચવવા આપ્યા હતા. ત્યાર બાદ તેમના ભાણિયા પર્સ ખુલ્લી જગ્યાએ ખુરશી પર મૂકીને જમવાનું જોવા જતા પરત આવતા બંને પર્સ મા મૂકેલા મામેરા ની ભેટ સોગાદ સોના ચાંદીના દાગીના મોબાઈલ સહિત કુલ રૂપિયા ૪ લાખ ૪૩ હજાર નો મુદ્દામાલ કોઈ અજાણ્યા ઈસમ ચોરી કરીને લઈ જતા અશ્વિન ભાઈ કાંતી ભાઈ પટેલે શોધખોળ બાદ પોલીસ મથકે લગ્ન પ્રસંગ મા આવેલ મામેરા ની ભેટ સોગાદ સોના ચાંદી રોકડ મોબાઈલ સહિત રૂપિયા ૪ લાખ ૪૩ હજાર કોઈ અજાણ્યા ઈસમ ચોરીને લઈ ગયા હોવાની પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




