
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે આયોજિત પ્રવેશ મહોત્સવ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી જી.એમ. રામાણી સાહેબ, નાયબ કાર્યપાલક ઇજનેર, બાંધકામ વિભાગ ચીખલી તથા લાઈઝન અધિકારી શ્રી કિરીટભાઈ ભીમાભાઈ પટેલ (ઈ.સી.આર.સી., ખેરગામ) અધ્યક્ષ પદે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ ઉપસ્થિતિમાં જનતા કેળવણી મંડળ, ખેરગામના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ ટેલર, ચેરમેન શ્રી પ્રશાંતભાઈ પટેલ, કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ, તથા કાર્યકારી સભ્ય ડૉ. વૈશાલીબેન પંકજભાઈ પટેલ હાજર રહ્યા હતા.મુખ્ય વક્તા તરીકે શ્રી જી.એમ. રામાણી સાહેબ દ્વારા આપેલ પ્રેરણાદાયક ઉદબોધનથી વિદ્યાર્થીઓમાં નવચેતનાનું સંચરણ થયું અને સમગ્ર વાતાવરણ ઉત્સાહભર્યું બન્યું.ડૉ. વૈશાલીબેનના હસ્તે ધોરણ 10 અને ધોરણ 12 (સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ)ના ઉત્કૃષ્ટ પરિણામ ધરાવનારા પ્રથમ ત્રણ ક્રમના વિદ્યાર્થીઓને ઇનામો આપીને તેમનું ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું. 
આ પ્રસંગે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો,



