સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા મધ્યે વિદ્યાર્થીઓ માટે કારકીર્દી માર્ગદર્શન અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા ,તા-૦૬ સપ્ટેમ્બર : સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા ખાતે આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.એસ.એ. નખત્રાણા અંતર્ગત ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત શારદે વંદના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વરિષ્ઠ શિક્ષક શ્રી અલ્પેશભાઈ જાનીએ શાળા પરિવાર તરફથી પધારેલ માર્ગદર્શકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં ધો. 10 અને 12 પછીના વિવિધ અભ્યાસક્રમો અને વ્યવસાયલક્ષી વિકલ્પો અંગે કારકીર્દી માર્ગદર્શિકા દમયંતીબેન બુચિયાએ વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સાથે સાથે વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા માટે જિલ્લા ક્ષય નિયંત્રણ કેન્દ્ર, ભુજના શ્રી સુરેશભાઈ ચૌહાણે એઇડ્સ, હિપેટાઇટીસ અને ટી.બી. જેવા ગંભીર રોગો અંગે સવિસ્તૃત માહિતી આપી હતી અને તેમને અટકાવવાના પગલાંઓ અંગે ઉપાયો પણ રજૂ કર્યા હતા.
કાર્યક્રમમાં સેવાનિધિ ટ્રસ્ટ, અંજારના નાનજીભાઈ મેરીયા પણ સહયોગી થયેલ હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ શિક્ષક શ્રી અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવેલ હતી.









